રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ફાયરિંગ કેસઃ
તપાસમાં ગોળીબારમાં સંડોવણી સામે આવી,કોર્ટે ૧૬ માર્ચ સુધી પોલીસ કસ્ટડી આપી
મુંબઈ - મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલિવૂડ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનાના સંદર્ભમાં કથિત માસ્ટરમાઇન્ડ શુભમ લોણકરના ભાઈ પ્રવીણ લોણકરની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૩ થઈ ગઈ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રવીણ લોણકરને આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.જ્યાં તે હાલમાં બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં બંધ છે.ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ તેને ખાસ મકોકા કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે તેને ૧૬ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન પ્રવીણ લોણકરની ભૂમિકા પ્રકાશમાં આવી હતી. તપાસકર્તાઓ હવે ષડયંત્રની વધુ વિગતો જાણવા માટે લોણકર તથા પુણે અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓની એકસાથે પૂછપરછની તૈયારી કરી રહ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, પ્રવીણ લોણકર જેલની અંદરથી ગોળીબારની ઘટનાના કાવતરામાં કથિત રીતે સામેલ હતો.પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે લોણકરે શેટ્ટીના ઘરની બહાર ગોળીબારમાં વપરાયેલા શો અજ્ઞાાત સ્થળે છુપાવ્યા હતા.એની તેને જ ખબર હતી. તેના નિર્દેશ પર કાર્ય કરતા આરોપીએ તે સ્થળેથી ત્રણ શો મેળવ્યા અને બાદમાં તેને અન્ય આરોપીને સોંપી દીધા હતા.
તપાસકર્તાઓએ વધુમાં કહ્યું હતું કે ફાયરિંગમાં વપરાયેલા વાહન અને શોની વ્યવસ્થા કરવાની જવાબદારી પુણે સ્થિત એક મોડયુલને સોંપવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે આ મોડયુલ શુભમ લોણકરના ભાઈ પ્રવીણ લોણકર દ્વારા સંકલિત કરવામાં આવી રહ્યું હતુંત.
તેની ધરપકડ બાદ અધિકારીઓને તપાસ આગળ વધવાની સાથે કેસમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરવા માટે બિશ્નોઈ ગેંગ દ્વારા શૂટર્સને કથિત રીતે રૃ.ત્રણ લાખની સુપારી આપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ બિશ્નોઈ ગેંગ વતી શુભમ લોણકર દ્વારા શૂટર્સ દીપક શર્મા, સોનુ કુમાર, સન્ની કુમાર અને એક અજાણ્યા આરોપીને સુપારી આપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કુલ રૃ.ત્રણ લાખમાંથી ખર્ચને પહોંચી વળવા માટે રૃ.૫૦ હજાર રોકડમાં અગાઉથી ચૂકવવામાં આવ્યા હતા. જોકે, ગોળીબાર પછી ફરાર થઈ ગયેલા આરોપીઓને વધુ કોઈ પૈસાની ચુકવણી કરાઈ નહોતી.
તપાસમાં જાણવા મળ્યું કે રૃ.૫૦ હજાર એડવાન્સ આરોપી વિષ્ણુ કુશવાહ દ્વારા મોકલવામાં આવ્યા હતા. શુભમ લોણકરે કથિત રીતે પૈસાની વ્યવસ્થા કરી હતી.શૂટર્સ આગ્રાથી મુંબઈ જાય તે પહેલાં કુશવાહ દ્વારા આ પૈસા મોકલ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે કે લોણકરે આગ્રામાં આ રકમની કેવી રીતે અને ક્યાંથી ગોઠવણ કરી હતી..
ફાયરિંગ માટે પુણે મોડયુલ સાથે જોડાયેલા પાંચ આરોપીઓને રૃ.૫૦ હજાર રોકડા ચૂકવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. પુણેથી ધરપકડ કરાયેલા આરોપીઓ ૨૦૨૩-૨૪ દરમિયાન શુભમ લોણકરના ભાઈ પ્રવીણ લોણકરના સંપર્કમાં હોવાનું કહેવાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે હરિયાણામાંથી ફાયરિંગમાં વપરાયેલ અત્યાધુનિક શ પણ જપ્ત કર્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા પછી નાસી ગયેલો શૂટર દીપક શર્મા બંદૂક પોતાની સાથે લઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણામાં એક ફેક્ટરીમાં શ છુપાવવામાં આવ્યું હતું.જ્યાં ગોળીબાર કરનાર સહિત ત્રણ આરોપીઓ કથિત રીતે છુપાયેલા હતા. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આરોપીઓને હરિયાણા લઈ ગઈ અને શ જપ્ત કર્યું હતું.
જોકે ફાયરિંગની ઘટના પછી લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. વાયરલ થયેલી શુભમ લોણકરની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે લખ્યું, ધઅમે તેને (રોહિત શેટ્ટી) ઘણી વાર ચેતવણી આપી હતી કે તે અમારા કામમાં દખલ ન કરે. તે સમજી શક્યો નહીં, ત્યારે આ ફક્ત એક નાનું ટ્રેલર હતું. જો તે હજુ પણ સમજશે નહીં, તો આગામી ગોળી ઘરની બહાર નહીં પણ બેડરૃમની અંદર તેની છાતી પર ચલાવવામાં આવશે.
દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એ પણ શોધી કાઢયું કે હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી લોણકરે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું. જોકે તેણે પોસ્ટનો ફોટો ક્લિક કર્યો, તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને પછીથી પોસ્ટ ડિલીટ પણ કરી દીધી.


