શાહપુરમાં
અલાયદી રેસ્ક્યૂ ટીમની માંગ
મુંબઇ
- થાણે
જિલ્લાના શાહપુર તાલુકામાં માનવવસતીમાં આવી ચડતા દીપડાની વધતી જતી દહેશત વચ્ચે
દીપડાના હુમલામાં એક ગાયનું મોત થયું હતું.
શાહપુરમાં
માનવ વસતી આસપાસ જ ફરતા ૧૫ થી ૧૬ દીપડાને લીધે દહેશત
ગુંડે-દેહાણે
ગામે રહેતા ભાઉ ગોડાંબે નામના ખેડૂતના
ઘરની લગોલગ ઢોરની ગમાણમાં બીજી જાન્યુઆરીની મધરાતે દીપડો ઘૂસ્યો હતો અને
ગાય પર ઘાતક હુમલો કરતા ગાય તત્ક્ષણ મોતને ભેટી હતી. ત્યાર બાદ દીપડો પાળી ઠેકીને
જંગલમાં ભાગી ગયો હતો.
આ
હુમલાની જાણ થતા સવારે ફોરેસ્ટ ખાતાની ટીમ
પહોંચી ગઇ હતી અને પંચનામું કર્યા બાદ ગ્રામજનોને દીપડા સામે સતર્ક રહેવા જણાવ્યું
હતું.
જંગલ
ખાતાના રેકોર્ડ મુજબ શાહપુર તાલુકાના જંગલમાં અજાણ્યા દીપડાની સંખ્યા ૧૫ થી ૧૬ થઇ
ગઇ છે.
એવું
મનાય છે કે જુન્નર અને બીજા વિસ્તારોમાં
પકડાયેલા દીપડાને ધીમે ધીમે જંગલમાં છોડવામાં આવી રહ્યા છે. આને લીધે શાહપુરમાં
દીપડાની સંખ્યા વધવા માંડી છે. પરિણામે શાહપુર માનવ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષનો
અત્યંત સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે. આમ છતાં શાહપુરને માટે હજી સુધી અલાયદી રેસ્ક્યૂ ટીમની જોગવાઇ કરવામાં નથી આવી. દીપડાને પકડવા માટે પૂરતા સાધનોનો પણ
અભાવ છે એમ શાહપુરના ગ્રામજનોએ જણાવ્યું હતું.


