Get The App

ગેન્ગસ્ટર કુમાર પિલ્લાઈ સામે કોર્ટનું વોરન્ટ આખરે રદ

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
ગેન્ગસ્ટર કુમાર પિલ્લાઈ સામે કોર્ટનું વોરન્ટ આખરે રદ 1 - image

મૂળ ભારતીય પિલ્લઈની સિંગાપોરથી ધરપકડ થઈ હતી

 સ્વદેશ મોકલવાની કાર્યવાહી વચ્ચે વોરન્ટ પર કોર્ટે  મનાઈહુકમ આપ્યો હતો

મુંબઈ - વિશેષ કોર્ટે કથિત ગેન્ગસ્ટર કુમાર પિલ્લાઈને તના વતન મોકલવાની પ્રક્રિયા વચ્ચે અન્ય કોર્ટે જારી કરેલા ધરપકડનું  વોરન્ટ રદ કર્યું છે. 

અગાઉ વિશેષ મકોકા જજે જે કેસો માટે હોંગકોંગથી પ્રત્યાર્પિત કરીને લવાયો હતો તેમાં મુક્ત કરાયો હોવાથી તેને ફરી હોંગકોંગ મોકલવાના જરૃરી પગલાં લેવા મુંબઈ કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો.

પ્રત્યાર્પિત કરતા દેશની પરવાનગી નહોય તો અરજદાર સામે ભારતમાં અન્ય કોઈ પ્રલંબિત કેસોમાં સુનાવણી ચલાવી શકાય નહીં એમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વિશેષ મકોકા કોર્ટે ૧૩ ફેબુ્રઆરીના આદેશમાં આ વાત ટાંકી હતી.

પિલ્લાઈ મૂળ ભારતનો નાગરિક હતો અને હોંગકોંગ જઈને ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું હતું. ૨૦૧૨માં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ ગુનો નોંધાયા બાદ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી અને ૨૦૧૬માં સિંગાપોરમાંથી પકડાયો હતો. 

પિલ્લાઈના વકીલે  દલીલ કરી હતી કે ૨૦૦૭ના હત્યા કેસ સંબંધે જાન્યુઆરીમાં પિલ્લાઈ સામે જારી કરાયેલા વોરન્ટને પણ મોકૂફ રાખવામાં આવે. આથી કોર્ટે વોરન્ટ પર સ્થગિતી આપી હતી. 

૨૦૦૭માં વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં વોરન્ટ જારી થયું હતું. પોલીસે દલીલ કરી હતી કે આને આધારે તેઓ સિંગાપોર ઓથોરિટી પાસેથી કેસ ચલાવવાની પરવાનગી માગશે.

ભારતે છ કેસમાં સિંગાપોરની સમકક્ષ કોર્ટ પાસેથી પ્રત્યાર્પણની માગણી કરી હતી. પિલ્લાઈને જોકે ત્રણ કેસમાં પ્રત્યાર્પિત કરાયો હતો. આ બધા કેસનો નિકાલ આવ્યો છે અને તેને મુક્ત કરાયો  હોવાનું કોર્ટે નોંધ્યું હતું.