અક્ષય કુમારનાં પર્સનાલિટી રાઈટ્સના સંરક્ષણને કોર્ટની બહાલી

ડીપફેક, એઆઈ જનરેટેડ નકલી એન્ડોર્સમેન્ટ દ્વારા ખતરો
વ્યક્તિત્વ, પ્રચાર અધિકારોના ઉલ્લંઘન તથા વ્યાવસાયિસક શોષણને રોકવાની અરજી માન્ય
મુંબઈ - અક્ષય કુમારે પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટે કરેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અતિ ઘાતક છે અને તેની કૃતિ આબેહુબ અસલી જેવી હોવા પ્રત્યે કોર્ટે અચરજ વ્યક્ત કર્યું હતું.
અક્ષય ે ભવિષ્યના વપરાશ માટે આવી સામગ્રીને દૂર કરવા અને વચગાળાનો આદેશ આપવાની દાદ માગી હતી.
અરજીમાં અક્ષયે એઆઈ જનરેટેડ ડીપફેક્સ, નકલી એન્ડોર્સમેન્ટ અને તેમના નામ, છબિ અને સમાનતાના દુરુપયોગને લક્ષ્ય બનાવાઈ રહ્યાનો દાવો કરાયો હતો.
અભિનેતાએ ઋષિ વાલ્મિકીને લઈને કોમી ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હોવાનું દર્શાવાયું હતું. આવી કૃતિથી ઉદ્ભવતા પરિણામો ગંભીર હોઈ શકે છે, એમ કોર્ટે નોંધ્યું હતું.વ્યક્તિના મૌલિક મૂલ્યો અને વ્યક્તત્વને અસર કરવા ઉપરાંત પરિવાર સામે જોખમ ઊભું કરનારું કૃત્ય હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
અક્ષયનો દાવો તેમના નામ સહિત તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના ચાલી રહેલા ઉલ્લંઘન અને અનધિકૃત વ્યાપારી શોષણને રોકવાનો પ્રયાસ કરે છે.
જસ્ટિસ આરિફ ડોક્ટરની બેન્ચ અભિનેતા અક્ષય કુમાર ઉર્ફે અક્ષય હરિ ઓમ ભાટિયા દ્વારા દાખલ કરાયેલા દાવાની સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે તેમના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી હતી. કુમાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે આ ફક્ત તેમના અને તેમના પરિવાર વિશે જ નથી, પરંતુ મોટા પાયે જનતા વિશે પણ છે. ઘણી વખત, સ્પષ્ટતા જારી થાય તે પહેલાં જ નુકસાન થઈ શકે છે.








