50 કરોડની માગણી સાથે પતિ સામે ગંભીર આરોપ
ઓસ્ટ્રીયામાં રહેતા પતિને ૧૨ ડિસેમ્બરે જવાબ નોંધાવવા નિર્દેશ આપી સુનાવણી મોકૂફ રખાઈ
મુંબઈ - ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સમાં રનર અપ રહેલી જાણીતી બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પતિ પીટર હોગ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને કરેલા કેસ સંબંધે કોર્ટે તેના પતિ હોગને નોટિસ જારી કરી છે. હોગ હાલ ઓસ્ટ્રીયા રહે છે.
અભિનેત્રીએ મુંબઇ અંધેરીના જ્યૂડિશિય મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પાસે સેલિનાએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા ઉપરાંત ઘણા ગંભીર આરોપ મુક્યા છે અને ૫૦ કરોડ રૃપિયાની માંગણી કરી છે. તેણે પોતાના ત્રણ સંતાનોની કસ્ટડીની પણ માંગણી કરી છે, જે હાલતેના પતિ પાસે ઓસ્ટ્રીયામાં રહે છે.
અંધેરીના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ. લી. તાયડેએ આ નોટિસ જારી કરી હતી. વધુ સુનાવણી ૧૨ ડિસેમ્બર પર રાખવામાં આવી છે.
એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, સેલિનાનો પતિ પીટર હોગ ઓસ્ટ્રેીયા રહે છે. સેલિનાએ પોતાની ઇનકમના સોર્સ અને પ્રોપર્ટીના નુકસાનની ક્ષતિપૂર્તિ માટે ૫૦ કરોડ રૃપિયાની માંગણી કરી છે.આ સાથે તેણે માસિક ૧૦ કરોડ રૃપિયાના ભરણપોષણની પણ માંગણી કરી છે. સાથે સાથે તેણે વિનંતી કરી છ ેકે, પીટરને સેલિનાના મુંબઇના ઘરમાં આવવાની મંજૂરી આપવામાં આવે નહીં.
રિપોર્ટના અનુસાર, ૪૭ વર્ષીય સેલિનઆએ પોતાની ફરિયાદમાં ૪૮ વરસના પતિ પીટર હોગને આત્મમુગ્ધ. પોતાના જ રત રહેનાર વ્યક્તિ જણાવ્યો છે. તેનું કહેવું છે કે, પતિના મનમાં સેલિના પ્રત્યે અને બાળકો પ્રતિ કોઇ સહાનુભૂતિ નથી. સેલિનાનો એ પણ આરોપ છે કે, પતિએ તેને ઇમોશનલી, ફિઝિકલ સેક્શુઅલ અને મોખિક રીતે બહુ પ્રતાડિત કરી છે. તેના કારણે જ તેનેે ઓસ્ટ્રેલિયાનું પોતાનું ઘર છોડીને ભારત આવવું પડયું હતું.
ઉલ્લેખનીય છે કે, સેલિનાએ ૨૦૧૧માં પીટર સાથે લગ્ન કર્યા હતા.


