Mumbai

પાનમસાલાની ભ્રામક એડ માટે સલમાનને કોર્ટની નોટિસ

By GS TEAM
5 Nov 20251 min read
પાનમસાલાની ભ્રામક એડ માટે સલમાનને કોર્ટની નોટિસ

કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં સલમાન સામે ફરિયાદ

ચાર લાખ રુપિયે કિલો વેચાતું કેસર પાંચ રુપિયાની  પડીકીમાં કેવી રીતે હોઈ શકે તેવી દલીલ

મુંબઈ -  સલમાન ખાન યુવાનોને ગેરમાર્ગે  દોરતી પાનમસાલાની એડ કરી રહ્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ કોટાની કન્ઝ્યૂમર કોર્ટ દ્વારા સલમાનને નોટિસ ફટકારાઈ છે. 

ભાજપના નેતા તથા રાજસ્થાનના એડવોકેટ ઈન્દરમોહનસિંઘ હનીએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર રાજશ્રી પાન મસાલા કંપની તથા તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન કેસર ઉમેરેલી એલચી તથા કેસર ઉમેરેલાં પાન મસાલા તરીકે તેમની પ્રોડક્ટની  જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આ દાવા તથ્યહિન છે કારણ કે ચાર લાખ રુપિયે મળતું કેસર પાંચ રુપિયે મળતી પડીકીમાં વપરાતું હોય તે શક્ય નથી. 

આ જાહેરાતથી યુવાનો આ પાનમસાલા ખાવા પ્રેરાય છે જે મોઢાંના કેન્સરનું બહુ મોટુું કારણ છે. 

અદાલતે આ ફરિયાદના સંદર્ભમાં કંપની તથા સલમાન ખાનને નોટિસ પાઠવી તેમનો જવાબ માગ્યો છે. આ કેસમાં વધુ સુનાવણી તા. ૨૭મી નવેમ્બરે નક્કી કરવામાં આવી છે.