Get The App

25 હજાર કરોડના સહકારી બેન્ક કૌભાંડમાં સ્વ.અજિત પવારને ક્લિનચીટ કોર્ટે સ્વીકારી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
25  હજાર કરોડના સહકારી બેન્ક કૌભાંડમાં સ્વ.અજિત પવારને ક્લિનચીટ કોર્ટે સ્વીકારી 1 - image

પ્લેન ક્રેશમાં અવસાનના એક માસ બાદ ક્લોઝરનો સ્વીકાર

આઘાડી સરકાર વખતે ક્લોઝર, શિંદે સરકાર વખતે કેસ રિઓપનની માંગ, અજિત મહાયુતિમાં જોડાતાં ફરી  ક્લોઝર

મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક (એમએસસીબી)ના પચ્ચીસ  હજાર કરોડના કથિત કૌભાંડ સંબંધી કેસમાં આર્થિક ગુના શાખાએ રજૂ કરેલો ક્લોઝર રિપોર્ટ કોર્ટે સ્વીકારી લેતાં દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય આરોપીઓને ક્લિન ચિટ આપવામાં આવી છે.

બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં કરુણ મોત થયાના એક મહિના બાદ કોર્ટે અહેવાલ સ્વીકાર્યાના સમાચાર આવ્યા છે.

વિશેષ જજ મહેશ જાધવે સી-સમરી રિપોર્ટ સ્વીકાર્યો હતો. અહેવાલમાં કોઈ ગુનાહિત કેસ બનતો નહવાનું જણાવ્યું હતું.કાર્યકર્તા અણ્ણા હઝારે અને અન્યોએ ક્લોરિઝ રિપોર્ટને પડકારીને કરેલી વિરોધ અરજી ફગાવી દીધી હતી.

કથિત  કૌભાંડ જિલ્લા અને સહકારી બેન્કો દ્વારા નિયમ બાહ્ય જઈને સહકારી સાકર કારખાના, સ્પિનિંગ મિલ અને અન્ય કંપનીઓને અપાયેલી લોન સંબંધી હતું. એમએસસીબી મહારાષ્ટ્રની ટોચની સહકારી બેન્ક છે. ડિસ્ટ્રીક્ટ બેન્કોના  ડિરેક્ટરોમાંના એક રહેલા પવાર ઉપરાંત સરકારી અધિકારીનું અને એમએસસીબીના એ વખતના ડિરેક્ટરો અનપે અધિકારીઓના નામ પણ હતા. રાજ્યની તિજોરીને પચ્ચીસ  હજાર કરોડનું નુકસાન જાન્યુઆરી ૨૦૦૭ અને ડિસેમ્બર ૨૦૧૭ દરમ્યાન થયું હતું. અનિયમિતતાથી લોન વિતરીત કરવાને લીધે આ નુકસાન થયાનો આરપો હતો. ૨૦૨૦થી આ કેસમાં અનેક વણાંકો આવ્યા હતા. અજિત પવાર નાણા પ્રધાન હતા એ મહાવિકાસ આઘાડી સરકાર દરમ્યાન આર્થિક ગુના શાખાએ ક્લોઝર રિપોર્ટ  દાખલ કર્યો હતો. ૨૦૨૨માં બદલાયેલી સરકારે તપાસ એજન્સીએ કેસ  ફરી ખોલવાની માગણી કરી હતી. જાન્યુઆરી ૨૦૨૪માં અજિત પવાર એનસીપીથી વિખુટા પડીને શાસક યુતિમાં જોડાયા ત્યારે એજન્સીએ ફરી ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.