કોર્ટની નકલો આપવાનો પ્રોફિટેબલ વ્યવસાય નથી
લો ગ્રેજ્યુએટે કોર્ટ રજિસ્ટ્રારે સમયસર દસ્તાવેજ ન આપ્યા તો ગ્રાહક સેવામાં ઉણપ માટે ગ્રાહક કોર્ટમાં કેસ કરી દીધો
મુંબઈ - ન્યાય તંત્ર કોઈ કોમર્શિયલ સર્વિસ ચલાવતું નથી એમ કહી ગ્રાહક કોર્ટે સિટી સિવિલ ે એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રાર સામેની અરજી ફગાવી દીધી છે. અદાલત કાંઈ પૈસા લઈ નકલો આપી નફો રળવાનો ધંધો કરતી નથી એમ ગ્રાહક કોર્ટે કહ્યું હતું. અદાલતનું કામ ન્યાય તોળવાનું છે અને કોર્ટનું તંત્ર તે માટે ન્યાયિક રેકોર્ડસ જાળવે છે.
રજિસ્ટ્રાર સામે સેવામાં ઉણપનો દાવો કરી ફરિયાદીએ કન્ઝૂમર કમિશનમાં અરજી કરી હતી. ૧૧મી ડિસેમ્બર (દક્ષિણ મુંબઈ) ડિસ્ટ્રીક્ટ કન્ઝૂયમર ડિસ્યુટલ રિડ્રેસલ કમિશને ઓર્ડ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજદાર અને કોર્ટ રજિસ્ટ્રી વચ્ચેના સંબંધ એક ગ્રાહક તથા વાણિજયિક સેવા આપતી સંસ્થા તરીકેનો સંબંધ નથી પરંતુ સિવિલ મેન્યુઅલના આધારે પક્ષકાર અને કોર્ટ વચ્ચેનો વૈધાનિક સંબંધ છે તેવું કમિશને કહ્યું હતું.
''કોર્ટની આંતરિક કાર્યપદ્ધતિ અથવા ન્યાયિક વહીવટીતંત્ર પર દેખરેખ રાખવાનું ગ્રાહક પંચના કાર્યક્ષેત્રમાં નથી. કોર્ટ સામેની ફરિયાદને ગ્રાહક વિવાદમાં ફેરવવાનો એક પ્રયત્ન ફરિયાદમાં કરાયો છે.
પંચે સ્પષ્ટતા કરી હતી કે ન્યાયિક વહીવટીતંત્ર સામેની ફરિયાદ સંબંધિત જજ અને એડિશનલ રજિસ્ટ્રારને કરી શકાય અથવા હાઈકોર્ટમાં રિટ પીટિશન કરી શકાય છે. કમિશને કહ્યું કે સર્ટિફાઈડ નકલો માગવાનો અધિકાર વૈધાનિક છે પણ ન્યાયતંત્ર હાયરિંગ સર્વિસ (ભાડેથી મળતી સેવા) નથી અને અરજદાર ગ્રાહકની વ્યાખ્યામાં આવતો નથી. ફરિયાદ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ટીક શકે તેમ નથી અને કોર્ટ વહીવટી તંત્રના કાર્ય પર ન્યાય તોળવાનું પંચના કાર્યક્ષત્રમાં નથી તેવું આદેશમાં કહેવામાં આવ્યું હતું.


