રિયા ચક્રવર્તીને શૂટિંગ માટે વિદેશ જવા કોર્ટની મંજૂરી
એક વેબ સીરિઝનાં શૂટિંગ માટે વિદેશ જવાની છે
અગાઉ તમામ વિદેશ પ્રવાસ વખતે કોર્ટની શરતોનું પાલન કર્યું હોવાની નોંધ સાથે મંજૂરી
મુંબઈ - એક વેબ સીરિઝનું ં શૂટિંગ કરવા અભિનેત્રી રિયા ચક્વર્તીને શ્રીલંકા,યુરોપ અને સર્બિયાનો પ્રવાસ કરવાની વિશેષ કોર્ટે પરવાનગી આપી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સ કેસમાં રિયા સામે ગુનો નોંધાયો હતો અને તેને આ પૂર્વે છ વખત વિદેશ યાત્રાની પરવાનગી અપાયેલી છે અને તેણે તમામ વખતે શરતો પાળી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
રિયાએ પોતાનો પાસપોર્ટ પોતાને આપવા અને તેને જૂન અને સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ જગ્યાએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવે એવી અરજી કરી હતી. સ્ટેપસન્સ નામના પ્રોજેક્ટના શૂટિંગ માટે પ્રવાસ જરૃરી હોવાનું જણાવ્યું હતું. વિઝા પ્રક્રિયા પૂરી કરવા પાસપોર્ટ માગ્યો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે ગુનો ગંભીર છે, જોકે કોર્ટે દલીલ સ્વીકારી નહોતી.
ભૂતકાળના વર્તનને જોતાં અને મુંબઈની રહેવાસી અને અહીં ઊંડા મૂળીયા ધરાવતી હોવાનું નોંધીને કોર્ટે પરવાનગી આપી હતી.
૨૦૨૩મા ંબોમ્બે હાઈકોર્ટે રિયા સામે લુકઆઉટ સર્ક્યુલર સસ્પેન્ડ કરીને તેને વિદેશ પ્રવાસની મંજૂરી આપી હતી.૨૦૨૪માં કોર્ટે સર્ક્યુલર રદ કર્યું હતું. આ સર્ક્યુલર રિયા અને તેના પરિવાર સામે સીબીઆઈએ અન્ય કેસમાં જારી કર્યું હતું. અ ાકેસ રાજપુતના મૃત્યુ સંબંધી હતો જેમાં તેને આત્મહત્યા માટે પ્રેરવાની ભૂમિકા હોવાનો આરોપ કરાયો હતો. સીબીઆઈએ માર્ચમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કેસ માત્ર સાદી આત્મહત્યાનો છે.