રેલવે પોલીસમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાઃ ખંડણી કેસના પીઆઈ પણ લાંચના ભરડામાં
પીઆઈ વતી લાંચ લેનારા વકીલની ધરપકડ
બાંદરામાં રેલવે પોલીસ કર્મચારીઓ સામે ખંડણીના કેસની તપાસ કરતા તપીઆઈએ સાડા ચાર લાખની લાંચ માગી
મુંબઇ - મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ એક વકીલને ગુનાહિત કેસમાં ધરપકડ કરાયેલી વ્યક્તિના મિત્ર પાસેથી જીઆરપી ઇન્સ્પેકટર વતી રૃા.૪.૫૦ લાખની લાંચ લેવા બદલ ધરપકડ કરી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે વકીલ અરુણકુમાર સમરબહાદુર સિંહને લાંચની રકમ સ્વીકારતી વખતે એસબી દ્વારા પકડવામાં આવ્યો હતો. દાદર રેલવે પોલીસ સ્ટેશનમાં જીઆરપી ક્રાઇમ બ્રાન્ચમાં તૈનાત પોલીસ ઇન્સ્પેકટર રોહિત યશવંત સાવંત વતી સિંહે સથિત રીતે લાંચ માંગી અને સ્વીકારી હતી. હવે સાવંતે લાંચ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
બાંદરા રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા કેસની તપાસ કરી રહેલી ટીમમાં આ ઇન્સ્પેકટરનો પણ સમાવેશ હતો. બાંદરા રેલવે ટર્મિનસ ખાતે પોલીસ હોવાનું જણાવી બે વ્યક્તિએ એક વેપારીના રૃા.૧૦.૫૦ લાખ લૂંટી લીધા હતા.
આ કેસની તપાસમાં પ્રવિણ શુકલા અને બાંદરા રેલવે પોલીસ સ્ટેશનની મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરને પકડવામાં આવ્યા હતા.
વકીલ સિંહ આરોપી શુકલાના મિત્રનો સંપર્ક કર્યો હતો. મિત્રને આ કેસમાં ફસાવી ધરપકડની ધમકી આપી હતી. તેણે શુકલાના મિત્ર પાસે ધરપકડ ટાળવા રૃા.૧૦ લાખની માંગણી ક રી હતી આ રકમ કેસની તપાસ ટીમના ઇન્સ્પેકટર સાવંતને આપવામાં આવશે એમ કહ્યુ ંહતું. પછી પાંચ લાંખ લીધા હતા.
વકીલે શુકલના મિત્ર અને સાવંતની મુલાકાત કરાવી વધુ રૃા.પાંચ લાખની લાંચ માંગી હતી. પરંતુ શુકલાના મિત્રએ એસીબીનો સંપર્ક કરી વકીલ અને સાવંત વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં એસીબીએ સાવંત વતી ફરિયાદી પાસેથી લાંચના રૃા.૪.૫ લાખ લેતા વકીલને ઝડપી લીધો હતો.