મલાડની પાસપોર્ટ ઓફિસમાં ભ્રષ્ટાચાર, સીબીઆઈ દ્વારા બેની ધરપકડ
બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જારી કરતા હતા
અન્ન્ટો સાથેની મિલિભગતમાં જુનિયર પાસપોર્ટ સહાયકનું કૌભાંડઃ લાખોની લાંચ લેવાઈઃ સીબીઆઈ ચેટ સહિતના પુરાવા કબજે કર્યા
મુંબઈ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ સોમવારે પાસપોર્ટ જારી કરવાના રૃ.૬ લાખના કથિત ભ્રષ્ટાચાર સંબંધમાં મલાડ પાસપોર્ટ સેવા કેન્દ્રના એક જુનિયર પાસપોર્ટ સહાયક અને પાસપોર્ટ એજન્ટની ધરપકડ કરી હતી. સીબીઆઈએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને જાણવા મળ્યું છે કે અજાણ્યા અરજદારોના બે પાસપોર્ટ બનાવટી દસ્તાવેજોના આધારે જારી કરવામાં આવ્યા હતા. અને કહ્યું કે આ એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે.
સીબીઆઈએ ઝડપેલા મલાડ પાસપોર્ટ કેવા કેન્દ્રમાં તૈનાત જુનિયર પાસપોર્ટ સહાયક આકાશ રાઠીની ધરપકડ બાદ તેને મંગળવારે મુંબઇની એક ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય એજન્સીએ રાઠીની પૂછપરછ માટે કસ્ટડી માંગી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ એક મોટું કાવતરું છે જેમાં આરોપીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવામાં મદદ કરી છે સીબીઆઇએ રાઠીની સાથે જ ખાનગી પાસપોર્ટ એજન્ટ સંજીવ રાહીની પણ ધરપકડ કરી હતી. જેના પર પાસપોર્ટ જારી કરવા માટે પાસપોર્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ છે.
આ બાબતે વિશેષ સરકારી વકીલ સંદિપ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે જૂન, ૨૦૨૪માં મલાડ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ સેવા વિભાગના અધિકારીઓ સાથે સીબીઆઇ દ્વારા સંયુક્ત રીતે સરપ્રાઇઝ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના આધારે તેના અધિકારી દ્વારા રાઠી અને બે અન્ય જુનિયર પાસપોર્ટ સહાયકો અને પાંચ એજન્ટો વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે સહાયકો એજન્ટો સાથે નિયમિત સંપર્કમાં હતા અને રાઠીને વિવિધ ખાનગી વ્યક્તિઓ/એજન્ટો પાસેથી અનુચિત લાભ લેવાની ટેવ હતી સીબીઆઇએ એવો પણ દાવો કર્યો હતો કે એજન્ટો પાસેથી રાઠી સાથે જોડાયેલા બેંક ખાતામાં વિવિધ વ્યવહારો મળેલા કુલ છ લાખ રૃપિયા મળ્યા હતા. સીબીઆઇની તપાસમાં સહાયકો વચ્ચેની ચેટ પણ મળી આવી છે. જેના પૈસા અને દર બાબતે ચર્ચા થઇ હતી.
સીબીઆઇએ એવો આરોપ લગાવ્યો હતો કે એક અરજદારે પાસપોર્ટ ઓફિસમાં ખોટું સરનામું રજૂ કર્યું હતું અને ઝડપી સેવા માટે તેને તત્કાલ પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો જ્યારે બીજા અરજદારના કિસ્સામાં પણ સબમિટ કરેલા દસ્તાવેજો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાં પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવ્યો હતો. સીબીઆઇ સૂત્રોનુંસાર આ બે અરજદારોનો કોઇ પતો નથી અને તેમને શોધી શકાયા નથી. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક વ્યક્તિ તો પહેલાથી જ જારી કરાયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશ છોડી ગયો છે.
છ