Get The App

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના અને ઓમિક્રોનનો પ્રકોપ વધતાં સરકાર લોકડાઉન મૂકવા પગ ગંભીર

Updated: Jan 4th, 2022

GS TEAM

Google News
Google News
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના અને ઓમિક્રોનનો પ્રકોપ વધતાં સરકાર લોકડાઉન મૂકવા પગ ગંભીર 1 - image

મુંબઈમાં 389 મકાન સીલ અને 11 ઝૂંપડપટ્ટી કન્ટેન્મેન્ટ ઝોનમાં

રાજ્યમાં કોરોનના નવા 18466 કેસ, 20 ના મોત, ઓમીક્રોનના નવા 75 દરદી, મુંબઈમાં નવા 10860 કેસ, 2 દરદીના મોત

મુંબઈ : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. દરરોજ કોરોનાના દરદી અને ઓમિક્રોનમાં દરદીની સંખ્યામાં વિસ્ફોટ થઈ રહ્યો છે. આથી રાજ્ય સરકાર હવે કોરોનાને રોવા કઠોર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય એકાદ દિવસમાં લેશે એવા સંકેતો મળી રહ્યા છે. હાલમાં શાળાઓ બંધ કરાવી છે. પણ ટૂંક સમયમાં લોકડાઉન મૂકાઈ એવી ભારોભાર શક્યતા છે. પણ મુંબઈની લોકલ ટ્રેન નંબ નહિં કરાઈ એમ મુંબઈ મહાનગર પાલિકા વહીવટીતંત્ર કહે છે. પરંતુ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને અનુરૃપ નિર્ણય લેવાય એવા સંકેતો અપાયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા ૭૫ દરદી નોંધાયા હતા. આથી રાજ્યમાં ઓમિક્રોનની સંખ્યા વધીને ૬૫૩ થઈ છે. જ્યારે રાજ્યમાં કોરોનના નવા ૧૮,૪૬૬ કેસ નોંધાયા હતા અને ૨૦ દરદીના મોત થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના ૪,૫૫૮ દરદીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનાના ૬૬,૩૦૮ દરદીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં અત્યારે ૩,૯૮,૩૯૧ લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને ૧૧૧૦ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈન હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.

રાજ્યમાં ઓમિક્રોનના ૭૫ દરદી નોંધાતા દરદીઓની સંખ્યા વધીને ૬૫૩ થઈ છે. જો કે આજે નોંધાયેલા ઓમિક્રોનના ૭૫ દરદી પૈકી ૪૦ દરદી મુંબઈના છે, ૯ દરદી થાણે, ૮ પૂણેમાં, ૫-પનવેલમાં, ૩-કોલ્હાપુર, ૩-નાગપુર, પુણે ગ્રામીણમાં ૨ અને ભિવંડી-નિઝામપુર-૧, ઉલ્હાસનગર-૧, સાતારા-૧, અમરાવતીમાં-૧, નવીમુંબઈમાં ૧ દરદીનો સમાવેશ થાય છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના આજે ૧૦,૮૬૦ કેસ નોંધાયા છે અને બે દરદીના મોત થયા હતા. જ્યારે કોરોનાના ૬૫૪ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપી હતી.

શહેરનાં ૩૮૯ મકાનોને સીલ કરાયા છે અને ઝૂંપડપટ્ટી અને ચાલીઓ ૧૬ કન્ટેન્મેન્ટ ઝોન છે. અહીં કોરોનાના દરદીની ખૂબ છે. મુંબઈમાં કોરોનાની સંખ્યા બમણી થવાનો સમયગાળો વધીને ૧૧૦ દિવસ થયો છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

જે.જે. હોસ્પિટલના ૨૮ ડૉક્ટરો સહિત ૫૦ આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝીટીવ

મુંબઈમા કોરોનાનો પ્રકોપ સતત વધી ગયો છે. શહેરમાં આવેલી સરકારી જે.જે. હોસ્પિટલના ૨૮ રેસીડન્ટ ડોક્ટરો સહિત અન્ય ૫૦ આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝીટીવ થયા હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.