રિયલ્ટી શોમાં મહિલાઓને વસ્ત્રો ઉતારવા, ઈન્ટિમેટ પોઝ આપવા જણાવાતાં વિવાદ
એઝાઝ ખાનના હાઉસ ઓફ એરેસ્ટ શોના તમામ એપિસોડ દૂર કરાયા
રાષ્ટ્રીય મહિલા પંચે ઉલ્લુએપના સીઇઓ વિભુ અગ્રવાલ અને હોસ્ટ એજાઝ ખાનને સમન્સ મોકલ્યા
મુંબઇ - એજાઝ ખાનના વિવાદાસ્પદ રિયલ્ટી શો હાઉસ ઓફ એરેસ્ટમાં અશ્લીલ ચેષ્ટાનો વિવાદ વકરતા અંતે ે ઉલ્લુ એપ પ્લેટફોર્મ પરથી હાઉસ ઓફ એરેસ્ટના તમામ એપિસોડ દૂર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ નેશનલ કમિશન ફોર વુમન (એનસી ડબલ્યુ)એ ઉલ્લુ એપના સીઇઓ વિભુ અગ્રવાલ અને હોસ્ટ એજાઝખાનને સમન્સ મોકલાવ્યું છે.
બિગ બોસ ફેમ એજાઝ ખાનના વિવાદાસ્પદ શો હાઉસ ઓફ એરેસ્ટના અમૂક અશ્લીલ ક્લીપ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ વીડિયોમાં અમૂક ફિમેલ કન્ટેસ્ટન્ટ તેમના કપડાં ઉતારતી નજરે પડે છે. આ ઉપરાંત એક વીડિયોમાં એક કન્ટેસ્ટન્ટને ઇન્ટીમેટ પોઝ આપવાનું પણ કહેવામાં આવતું જોવા મળે છે. આ વીડિયો ક્લિપ્સ વાયરલ થયા બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને શો પર બંધી મૂકવાની માગ ઉઠી છે.
આ શોને લઇ ભારે વિવાદ થતા અંતે શો સામે મોટી એક્શન લેવામાં આવી હતી. ઉલ્લુ એપ પ્લેટફોર્મ પરથી હાઉસ ઓફ એરેસ્ટના તમામ એપિસોડ્સને હટાવી દેવામાં આવ્યા હતા. આ શોના બોલ્ડ અને અશ્લીલ કન્ટેન્ટને લીધે ઓટીટી પ્લેટફોર્મ તેમની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમામ એપિસોડસ હટાવી દીધા હતા. રિપોર્ટ મુજબ એજાઝ ખાન સામે એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. ઘણા રાજકારણીઓએ પણ આ શો પર દર્શાવવામાં આવેલ દ્રશ્યોની આલોચના કરી શો પર તાત્કાલિક બ્રેક મૂકવાની સરકાર સમક્ષ માગણી કરી છે. આ મુદ્દે એજાઝ ખાન અથવા શોના નિર્માતા તરફથી કોઇ રિએક્શન આપવામાં આવ્યું નથી.
આ શોના અત્યંત અશ્લીલ કન્ટેન્ટ અને લોકાના રિએક્શન બાદ રાષ્ટ્રીય મહિલા પંચ (એનસીડબલ્યુ)એ ઉલ્લુ એપના સીઇઓ વિભુ અગ્રવાલ અને એજાઝ ખાનને સમન્સ મોકલ્યું છે. આ બંનેને ૯મે સુધીમાં પંચ સામે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લુ એપ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે.
સમન્સ મુજબ ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના શોની એક ક્લિપ વાયરલ થઇ હતી જેમાં એજાઝ ખાન એક ફીમેલ કન્ટેસ્ટન્ટને કેમેરા સામે ઇન્ટીમેટ પોઝ આપવાનું કહેવામાં આવે છે. કન્ટેસ્ટન્ટના અનકમર્ફને કે ટાસ્ક ન કરવાની વાતને પણ ઇગ્નોર કરવામાં આવી હતી.
આ બાબતે આયોગનું કહેવું છે કે આ પ્રકારના કન્ટેન્ટ મહિલાની ગરીમાને ઠેસ તો પહોંચાડે છે પણ સાથે જ એન્ટરટેઇમેન્ટના નામે મહિલાઓની જાતીય સતામણીને પણ પ્રોત્સાહન આપે છે. મહિલા પંચે કહ્યું હતું કે જો આરોપ સાબિત થાય ે તો ભારતીય ન્યાયસંહિતા અને આઇટીએકટની વિવિધ કલમો હેઠળ એક ગંભીર ગુનાની શ્રેણીમાં આવી જશે આ બાબતે પંચના અધ્યક્ષા વિજ્યા રહાટકરે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોઇપણ મીડિયા કન્ટેન્ટ જે મહિલાઓના વિરોધમાં હશે અને જેમાં મહિલાઓની સહેમતિ બાબતે આંખ આડા કાન કરવામાં આવ્યા હશે અથવા અશ્લીલતા ફેલાવતા હશે તેને સહેવામાં આવશે નહીં.
હાઉસ ઓફ એરેસ્ટ શોને બીગબોસ અને લોકઅપ શોની તર્જ પર ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ એક બોલ્ડ અને અનસેન્સર્ડ રિયાલિટી શો છે જેના ગહના વસિષ્ટ, નેહલ વડોદિયા અને આભા પોલ જેવી બોલ્ડ અભિનેત્રીઓ ઉપરાંત હમેરા શેખ, સારિકા સાળુંખે, મુસ્કાન અગ્રવાલ, ઋતુ રાય, અયુષી ભૌમિક, સિમરન કૌર, જોનિટા ડિક્રુઝ, અને નૈના છાબરા ભાગ લઇ રહી છે જ્યારે મેલ કન્ટેસ્ટન્ટમાં શહલ ભોજ, સંકલ્પ સોની, અને અક્ષય ઉપાધ્યાય જેવા ન્યુકમર્સ આ શોથી એન્ટ્રી મારી રહ્યા છે.