લોકશાહીના અધિકારથી અવગત કરવા સાથે લઈ ગયેલા
નાના બાળકોને મતદાન મથકમાં પ્રવેશવા દેવા અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા દેવા એ નિયમોની વિરુદ્ધ
મુંબઈ - જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીની આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી,. સાંગલીના એક ગામના અકલુજના યશવંત નગર મતદાન મથક પર એક આશ્ચર્યજનક ઘટના બની હતી. જિલ્લા પરિષદના ઉમેદવાર અર્જુનસિંહ મોહિતે પાટીલના નાના પુત્રએ ખરેખર ઈ.વી.એમ મશીનનું બટન દબાવીને મતદાન કરી દીધું હતું.
આ ઘટનાથી કેન્દ્રમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને હાજર મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અર્જુનસિંહ મોહિતે પાટીલ તેમના પુત્ર રુદ્રરાજ મોહિતે પાટીલને મતદાન પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ માહિતી આપવા માટે કેન્દ્ર પર લાવ્યા હતા. મતદાન મથક પર પહોંચ્યા પછી, તેઓ પુત્રને પોતાની સાથે અંદર લઈ ગયા અને ઈ વી એમ ની સામે ઉભા રહીને પ્રક્રિયા બતાવી હતી. આ સમયે, પુત્રએ પોતે ઈ વી એમનું બટન અચાનક દબાવ્યું હતું .આ કાર્યવાહીને કારણે, કેન્દ્ર પ્રમુખે તરત જ નિયમોનો ઉલ્લેખ કરીને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે નાના બાળકોને મતદાન મથકમાં પ્રવેશવા દેવા અને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા દેવા એ નિયમોની વિરુદ્ધ છે.
જોકે, અર્જુનસિંહ મોહિતે પાટીલે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેઓ પુત્રને લોકશાહીના મૂળભૂત અધિકારોથી પરિચિત કરાવવાના હેતુથી લાવ્યા હતા. તેમનો હેતુ માતાપિતાના મતદાનનો પ્રત્યક્ષ દેખાવ આપવાનો હતો. આ કારણે, પુત્ર દ્વારા બટન દબાવવાની ઘટના બની હતી.


