વિવાદાસ્પદ એક્ટર એજાઝ ખાન પર બળાત્કારનો ગુનો દાખલ
ફિલ્મમાં તકને બહાને બળાત્કારની ફરિયાદ
અનેક સ્થળે બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલાની ચારકોપ પોલીસ મથકે ફરિયાદ
મુંબઇ - વિવાદાસ્પદ અભિનેતા એજાઝ ખાન પર એક મહિલાએ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ અપાવવાના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યા બાદ તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ચારકોપ પોલીસના જણાવ્યા મુજબ ૩૦ વર્ષીય પીડિતાએ તાજેતરમાં ફરિયાદ નોંધાવી હતી કે ખાને ફિલ્મમાં કામ અપાવવાના વચન બાદ અનેક સ્થળોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
અભિનેતા પર બળાત્કાર સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે.
અગાઉ ઉલ્લુ એમ પર વેબ શો 'હાઉસ એરેસ્ટ'માં કથિત અશ્લીલ સામગ્રી માટે ખાન અને અન્ય સામે ગુનો નોંધાયો હતો. એક વીડિયો ક્લિપ શોસિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ ફાટી નીકળ્યો હતો. વાયરલ ક્લિપમાં શોનો હોસ્ટ એજાઝ ખાન કથિત રીતે એક મહિલા સ્પર્ધકને સંપતિ વિના અશ્લીલ દ્રશ્યો કરવા માટે દબાણ કરતો જોવા મળે છે. કેટલાક સહભાગીઓને કપડા ઉતારવા અને અશ્લીલ કાર્યો કરવા કહેવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહી છે.
આ મામલે અંબોલી પોલીસે એફઆઇઆર નોંધી છે. ફરિયાદ બાદ પોલીસે ઉલ્લુ એપના મેનેજરનું નિવેદન નોંધ્યું છે. બીજી તરફ એજાઝ ખાને ટુંક સમયમાં સમન્સ જારી કરવામાં આવે એમ કહેવાય છે. ઉલ્લુ એપે વિવાદ અને ટીકા બાદ હાઉસ એરેસ્ટના બધા એપિસોડ દૂર કરી દીધા હતા.