Get The App

નોકરી કરી એકલા હાથે સંતાન ઉછેરતી માતાનું યોગદાન પૈસાથી ન અંકાયઃ હાઈકોર્ટ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
નોકરી કરી એકલા હાથે  સંતાન ઉછેરતી માતાનું યોગદાન પૈસાથી ન અંકાયઃ હાઈકોર્ટ 1 - image

બાળકને ધ્યાને રાખી ભરણપોષણ ડબલ કરવા આદેશ

કમાતી પત્ની પાસે બાળકની  કસ્ટડી હોય તો પણ પિતાએ તેનાં સંતાનનો ખર્ચો ઉઠાવવો પડેઃ જવાબદારીમાંથી છટકી ન શકે

 મુંબઈ -  એકલે હાથે બાળકને ઉછેરતી મહિલાના  પ્રયાસોનું મૂલ્ય પૈસા રુપિયામાં આંકી શકાય નહિ એવું અવલોકન કરીને બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં ઠેરવ્યું હતું કે પત્ની કમાતી હોય પણ બાળકની કસ્ટડી તેની પાસે હોય તો પણ પતિએ બાળકનો ખર્ચ ઉઠાવવો પડશે અને પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં.

નાગપુર બેન્ચે બાળકના માસિક ભરણપોષણની રકમ ૧૫૦૦૦થી વધારીને ૩૦ હજાર કરી  હતી, જેમાં માતા દ્વારા બાળકના ઉછેર માટે કરવામાં આવતા પ્રયાસો ખાસ કરીને નોકરિયાત માતાના પ્રયાસ પર પ્રકાશ પાડયો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે જે બાળક એકલું માતા-પિતા સાથે રહે છે તેણે ભૌતિક કે ભાવનાત્મક રીતે વંચિત હોવાનું અનુભવવું જોઈએ નહીં અને  તે પિતાના ટેકાથી મળતી નાણાંકીય સુરક્ષા સાથે    જે પ્રમાણે ગૌરેવભેર રહી શકે તે સુનિશ્ચિત થાય તેટલું  ભરણપોષણ તો મળવું જ જોઈએ. 

ફક્ત પત્ની કમાતી હોવાથી પતિ તેના સગીર બાળકના ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત થતો નથી. આ કેસમાં પતિ દોઢ લાખ માસિક પગાર કમાય છે જ્યારે પત્ની ૭૦ હજાર કમાય છે.

કાયદા અનુસાર બાળકને ઘર, ખોરાક, કપડાં અને જીવન જરૃરીયાતોની અછતથી બચાવવાનો છે. બાળકોના જીવનમાં શિક્ષણ એક મહત્ત્વપૂર્ણ પાસું છે અને તેના માટે રકમ ખર્ચવાની જરૃર છે.  દરેક પિતાની ફરજ છે કે બાળકને સારું શિક્ષણ આપે, એમ કોર્ટે જણાવ્યું હતું. 

આ કેસમાં બાળક ૧૪ વર્ષનું છે અને માતાપિતાના દરજ્જા પ્રમાણે જીવન જીવવાનો અધિકાર છે. માાપિતા તબીબી વ્યાવસાયિક છે. ફેમિલી કોર્ટે પિતાની આર્થિક ક્ષમતાને અને બાળકના વધી રહેલા શૈક્ષણિક ખર્ચ દિવસો દિવસ વધતા જશે. બાળકની ઈચ્છા અને શોખ તબીબી સારવાર માટે ખર્ચ જરૃરી છે. આવા સંજોગોમાં બાળકના ઉછેર માટે આર્થિત જવાબદારી પિતાએ વધુ ઉપાડવાની હોય  ત્યારે જ ન્યાય અને સમાનતા કેળવી શકાય છે.