શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત
નવી મુંબઇની જથ્થાબંધ બજારમાં રોજ 840 ટ્રક ભરીને શાક આવે છે
મુંબઇ : સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શાકાહારીઓનું પ્રમાણ વધતં હોવાથી લીલા શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે શાકની કિંમત વધવાને બદલે ઘટવા માંડતા ગ્રાહકોએ રાહત અનુભવી છે.
નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં શાકભાજીની આવક ખૂબ જ વધવાને કારણે કિંમત ઘટવા માંડી છે. ભિંડા, લીલા મરચાં, પાપડી, રિંગણા, સિમલા મરચાં, વટાણા વગેરે શાકભાજીના ભાવમાં કિલોદિઠ લગભગ ૧૦ રૃપિયાનો ઘટાડો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના કિલોના ભાવ આ પ્રમાણે છે. ટમેટા ૮ રૃપિયા, કાકડી ૮થી ૧૦ રૃપિયા, ભિંડા ૪થી ૮ રૃપિયા, દૂધી ૮થી ૧૦ રૃપિયા, રિંગણા ૧૦ રૃપિયા, ફ્લાવર ૬ રૃપિયા, કારેલા ૧૦ રૃપિયા, મેથીની જુડી ૧૦ રૃપિયા, કોથમીરની જુડી ૮ રૃપિયાના ભાવે જથ્થાબંધ બજારમાં વેંચાય છે.
કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ લગભગ ૮૪૦ ટ્રક ભરીને શાકભાજીની આવક થવા માંડી છે.