Get The App

ફડણવીસને ખોટા ગુનામાં ફસાવવાનું કાવતરું, સ્ટિંગ ઓપરેશનમાં સનસનાટીભર્યો ખુલાસો

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ફડણવીસને ખોટા ગુનામાં ફસાવવાનું કાવતરું,  સ્ટિંગ ઓપરેશનમાં સનસનાટીભર્યો ખુલાસો 1 - image

એસઆઈટી દ્વારા હાઈકોર્ટમાં એક પેનડ્રાઈવ થકી માહિતી સુપરત 

નિવૃત્ત ડીજીપી રશ્મિ શુક્લાએ રાજ્યના ગૃહ વિભાગને સુપરત કરેલા વિશેષ તપાસ અહેવાલમાં આ બાબતનો ખુલાસો 

મુંબઈ  -  રાજ્યમાંમુંબઈસહિત૨૯મહાનગરપાલિકાનીચૂંટણીઓનો પ્રચાર હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. બધા  રાજકીય પક્ષો મજબૂત મોરચા બનાવી રહ્યા છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખોટા કેસમાં ફસાવવાનું એક મોટું કાવતરું પ્રકાશમાં આવ્યું છે. આ ચોંકાવનારો ખુલાસો એક સ્ટિંગ ઓપરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં રિપોર્ટ હવે ગૃહ વિભાગને સુપરત કરવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલા  ટીવી ન્યુઝ ચેનલ એક  અહેવાલ આપ્યો હતો. જેમાં મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન તત્કાલીન વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને મહા વિકાસ આઘડીના મંત્રી એકનાથ શિંદેને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બંનેને ખોટા ગુનામાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. હવે આ સમાચારની પુષ્ટિ થઈ છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશકે દેવેન્દ્ર ફડણવીસ અને શિંદેને ખોટા યુએલસી કૌભાંડમાં ફસાવવાનું કાવતરું ઘડયું હતું, એવો દાવો ગૃહ મંત્રાલયને સુપરત કરાયેલા અહેવાલમાં કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નિવૃત્ત ડીજીપી રશ્મિ શુક્લાએ રાજ્યના ગૃહ વિભાગને સુપરત કરેલા વિશેષ તપાસ અહેવાલમાં આ બાબતનો ખુલાસો થયો છે. મુંબઈના ભૂતપૂર્વ ડીજીપી સંજય પાંડેએ ૨૦૧૬ ના યુએલસી કૌભાંડમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને ફસાવવાનું કાવતરું ઘડયું હતું. ન્યૂઝ  ચેનલે એ ગયા શિયાળુ સત્રમાં આ અંગે એક સમાચાર અહેવાલ આપ્યો હતો.

આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સંયુક્ત પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીના અધ્યક્ષપદ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી હતી. હવે આ સમિતિના અહેવાલમાં આ કાવતરું ખુલ્યું છે. આ સમિતિમાં તત્કાલીન નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજીવ જૈન, નાયબ પોલીસ કમિશનર નવનાથ ધવલે, સહાયક પોલીસ કમિશનર જાધિકરાવ પોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સમિતિએ મુંબઈ હાઈકોર્ટને એક પેન ડ્રાઇવ આપી છે. જેમાં તત્કાલીન પોલીસ મહાનિર્દેશક સંજય પાંડે દ્વારા ફડણવીસ અને શિંદેને ફસાવવા માટે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનની વિગતો આપવામાં આવી છે. ચૂંટણીના ઉન્માદ વચ્ચે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, હવે આ અંગે વિવિધ ચર્ચાઓ શરૃ થઈ છે.

સમિતિએ બોમ્બે હાઈકોર્ટમાં એક પેનડ્રાઈવ સુપરત કરી છે. જેમાં તત્કાલીન પોલીસ મહાનિર્દેશક સંજય પાંડે દ્વારા ફડણવીસ અને શિંદેને ફસાવવા માટે કરાયેલા સ્ટિંગ ઓપરેશનની વિગતો આપવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ હવે આ બાબત ઘણી ચર્ચામાં આવી છે.