Get The App

2 વર્ષ સુધી સંમતિથી જાતીય સંબંધને બળાત્કાર કહેવાય નહીં ઃ કોર્ટ

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
2 વર્ષ સુધી સંમતિથી જાતીય સંબંધને બળાત્કાર કહેવાય નહીં ઃ કોર્ટ 1 - image

બળાત્કારનો કેસ ફગાવતો  ચુકાદો

સંબંધો  પરસ્પર હતા, કોઈ છેતરપિંડીનો ઈરાદો ન હતો તેવું અદાલતે નોંધ્યું

મુંબઈ -  શરૃઆતથી જ સંબંધો જો પરસ્પર સંમતિથી રહ્યા હોય તો લગ્નના ખોટા વચનને આધારે બંધાયેલા જાતીય સંબંધોને બળાત્કાર લેખાવી શકાય નહીં, એમ જણાવીને થાણે સેશન્સ કોર્ટે ૩૩ વર્ષના શખસને બળાત્કાર અને છેતરપિંડીના કેસમાંથી મુક્ત કર્યો હતો.

ફરિયાદી પક્ષે આરોપ કર્યો હતો કે  આરોપી શાહબાઝ  મોહમ્મદ સલીમખાને મોલમા ંસાથે કામ કરતી અને બે દીકરીઓ ધરાવતી ડિવોર્સી સાથે મિત્રતા કેળવી હતી.  ૨૦૧૬ અને ૨૦૧૮ દરમ્યાન તેની સાથે જાતીય સંબંધો  બાંધ્યા હતા અને લગ્નનું વચન આપ્યું હતું પણ બાદમાં વચનભંગ કરીને તેને ધમકાવતો હતો.

કોર્ટે આરોપીને મુક્તિ આપીને નોંધ કરી હતી કે સંબંધે પરસ્પર સંમતિના હતા અને છેતરપિંડીનો ઈરાદો હોવાના પુરાવા નથી.

બે વર્ષ સુધી ચાલેલો સંબંધ લાંબો ગાળો કહેવાય ચેે અને આ સમગ્ર સમય દરમ્યાન તેણે ફરિયાદ કરી નહોતી કે ઠગાઈ થયાનું જણાવ્યું નહોતું. જાતીય સંબંધ બાંધવામાં તેનો સમાન સહભાગ હોવાનું સૂચવે છેે, એમ કોર્ટે નોંધ્યું હતું.

ફરિયાદી પક્ષે નિશંકપણે આરોપો પુરવાર કર્યા નહોવાથી આરોપીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે છે, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.