Get The App

મુંબઈમાં કોંગ્રેસનું ધોવાણ, પાછલાં વર્ષોનો સૌથી નબળો દેખાવ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં કોંગ્રેસનું ધોવાણ, પાછલાં વર્ષોનો સૌથી નબળો દેખાવ 1 - image

કોઈ મુદ્દો ન હતો, આક્રમક પ્રચારનો પણ અભાવ

નાના પક્ષો પર મદાર રાખવો ભારે પડયોઃ પછાત વર્ગો તથા મુસ્લિમોના મત ટચૂકડા પક્ષોમાં વહેંચાઈ ગયા

મુંબઈ -  બૃહન્મુંબઈ  મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીના પરિણામ મુજબ કોંગ્રેસ હવે નીચલા સ્તરે પહોંચી ગઈ છે.કોંગ્રેસ પાર્ટીએ દેશના સૌથી ધનિક પાલિકાની ચૂંટણીમાં ૧૫૨ બેઠકો પર ચૂંટણી લડી હતી. બાકીની બેઠકો તેના સાથે પક્ષો વંચિત બહુજન આઘાડી, રાષ્ટ્રીય સમાજ પક્ષ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ગવઈ જૂથ)ને આપી હતી.૨૦૧૭માં જ્યારે પાલિકાની છેલ્લી ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે કોંગ્રેસે ૩૧ બેઠકો જીતી હતી. આ વખતે તેને ૨૪ બેઠકો મળી છે. 

બીએમસી ચૂંટણીના શુક્રવારના પરિણામ દર્શાવે છે કે પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળના વંચિત બહુજન આઘાડી, રાષ્ટ્રીય સમાજ પક્ષ અને આરપીઆઈ (ગવઈ) સાથેના જોડાણથી ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને કોઈ મદદ મળી નથી. વિશ્લેષકો તેને વ્યૂહાત્મક ભૂલ ગણાવે છે.

ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના બીએમસીનું નિયંત્રણ મેળવવા માગતી હતી. ત્યારે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. 

ચૂંટણી પહેલાં કોંગ્રેસે તેના મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો શિવસેના (યુબીટી) અને એનસીપી  (એસલપી) સાથે જોડાણ ન કરવાનો  નિર્ણય લીધો હતો. તેને ડર હતો કે શિવસેના (યુબીટી) અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે સાથે હાથ મેળવવાથી તેની ઉત્તર ભારતીય અને લ ઘુમતી મત બેંકો અલગ જઈ શકે છે. પરંતુ રાજકીય નિરીક્ષકોએ નોંધ્યું કે આ રણનીતિ નિષ્ફળ ગઈ હોય એવું લાગતું હતું.

હવે પાર્ટીને બેવડી નિષ્ફળતાનો સામનો કરવો પડયો છે. કારણ કે ભાજપે આક્રમક રીતે બિન-મરાઠી હિન્દુ હિન્દુ મતોની  એકીકૃત કર્યા જ્યારે સિવસેના (યુબીટી)-મનસેએ ભાજપ વિરોધી મતોના નોંધપાત્ર હિસ્સો જાળવી રાખ્યો હતો. આમ કોંગ્રેસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી.

ઘણા પરંપરાગત ગઢમાં ભાષાકીય અને ધાર્મિક ધુ્રવીકરણ તેમ જ અન્ય કારણે કોંગ્રેસ હવે ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેના સામે મદાન ગુમાવી બેઠી હતી.

રાજકિય નિરીક્ષકોએ પણ કોંગ્રેસની હાર માટે લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક ઝઘડા અને સુમેળભર્યા  પ્રચારના અભાવને જવાબદાર ગણાવ્યો હતો. ભાજપ અને ઠાકરે ભાઈઓએ અનુક્રમે માળખાગત સુવિધાનો અને મરાઠી ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રચાર કર્યો હતો. પરંતુ કોંગ્રેસને આ દરેક મુદ્દે મુશ્કેલી પડી રહી હતી.

એક રાજકીય વિશ્લેષકે કહ્યું કે શાસક ભાજપની આગેવાની હેઠળની મહાયુતિનો સામનો કરવા માટે કોંગ્રેસ પાસે સ્પષ્ટ ચહેરો કે કોઈ અલગ એજન્ડા નહોતો. આથી તે તેના પરંપરાગત સમર્થકોને પણ પ્રેરણા આપવામાં નિષ્ફળ ગયું હતું.

કોંગ્રેસ માટે વધુ ચિંતાજનક બાબત એ  છે કે તેના મુખ્ય મત વિસ્તારમાં દેખીતો ફેરફાર થયો છે પ્રારંભિક માહિતી મુસ્લિમ અને દલિત મતોમાં નોંધપાત્ર વિભાજન સૂચવે છે.એઆઈએમઆઈએમ,, સમાજવાદી પાર્ટી અને અજિત પવારની એનસીપી દ્વારા કોંગ્રેસના પરંપરાગત  વોટ બેન્કનું વિભાજન થઈ ગયું છે.

એક એવી પાર્ટી જેણે એક સમયે મુંબઈમાં મેયર આવ્યા હતા.  અને સ્વતંત્રતા પછીના વિકાસને આકાર આપ્ય.ો હતો. તેના માટે પાલિકા ચૂંટણીનું પરિણામ આંચકાજનક છે.

વીબીએ સાથેના જોડાણથી કોંગ્રેસ માટે દલિત મતો મેળવવાની અપેક્ષા હતી. પરંતુ પ્રકાશ આંબેડકર પાર્ટી પાસે બૂથ સ્તરીય મશીનરી અને મતો ટ્રાન્સફર માટે જરૃરી સંસાધનોનો અભાવ હતો, એમ નિરીક્ષકોેએ જણાવ્યું હતું.