Mumbai

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સેના-MNSના ગઠબંધન બાદ કોંગ્રેસનો મોટો નિર્ણય! રાજ ઠાકરેનું વધ્યું ટેન્શન

By GS TEAM
29 Dec 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સેના-MNSના ગઠબંધન બાદ કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણી માટે કોંગ્રેસે પણ 87 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં માહિમ વિધાનસભા બેઠક હેઠળ આવતા વોર્ડ નંબર 192નો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર રાજ ઠાકરેએ પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સેના-MNSના ગઠબંધન બાદ કોંગ્રેસનો મોટો નિર્ણય! રાજ ઠાકરેનું વધ્યું ટેન્શન

Congress Candidate List BMC Election 2026: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સેના-MNSના ગઠબંધન બાદ કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણી માટે કોંગ્રેસે પણ 87 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં માહિમ વિધાનસભા બેઠક હેઠળ આવતા વૉર્ડ નંબર 192નો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર રાજ ઠાકરેએ પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે વૉર્ડ નંબર 192થી દિપક બાધમારેને ટિકિટ આપી છે. જાણવા મળ્યું છે કે, આ બેઠક પર રાજ ઠાકરેએ યશવંત કિલ્લેદારનું નામ લગભગ નક્કી કરી લીધુ છે.

192 વૉર્ડમાં જીતી હતી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી

192 વૉર્ડમાં વર્ષ 2017માં ઉદ્ધવ ઠાકરેની જીત થઈ હતી. માહિમ બેઠખ મહારાષ્ટ્ર વિધાનસભા દરમિયાન ચર્ચામાં રહી છે, કારણ કે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે ચૂંટણી લડ્યો હતો. પરંતુ તેને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના મહેશ સાવંતે માત આપી હતી. 

તમને જણાવી દઈએ કે, BMCની ચૂંટણી માટે કોંગ્રેસે મહાવિકાસ અઘાડીની પાર્ટી શિવસેના (UBT) અને શરદ પવારની સાથે ગઠબંધન કર્યું નથી. મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્રનું મુખ્ય વિપક્ષી ગઠબંધન છે, જેનો કોંગ્રેસ પણ ભાગ છે. કોંગ્રેસે શરુઆતથી જ મુંબઈમાં એકલા લડવાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે. 

કોંગ્રેસે કરી 87 ઉમેદવારોની જાહેરાત

કોંગ્રેસે કોલાબા વિધાનસભામાં આવતા બે વૉર્ડ, મુંબાદેવીમાં બે વૉર્ડ, મલાબાર હિલ્સમાં પાંચ, ભાયખલામાં ચાર, શિવડીમાં એક, વર્સોવામાં ચાર, અંધેરી વેસ્ટમાં પાંચ, જોગેશ્વીરમાં બે, ગોરેગામમાં ચાર, કુર્લામાં ત્રણ, ધારાવીમાં ત્રણ, ચેમ્બુરમાં ત્રણ, માનખુર્દ શિવાજી નગરમાં સાત અને મલાડમાં સાત વૉર્ડ પર ઉમેદવારોની જાહેરાત કરી છે. 

આ પણ વાંચો: ઉદ્ધવ સેનાએ આપ્યો કોંગ્રેસ મુક્ત મુંબઈ'નો નારો! કહ્યું- ભાજપની જેમ તેમણે પણ દગો કર્યો

લિસ્ટ જાહેર થયા બાદ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કહ્યું કે, 'અમે લોકો મુંબઈના અધિકારી માટે લડીશું. કોંગ્રેસ આ ચૂંટણી પૂરી તૈયારી સાથે ઉતરશે. અમે લોકતંત્રને બચાવવાની લડાઈ લડીશું. આ ચૂંટણી રસાકસીભરી રહેશે, પણ અમારી જીત થશે.'