Get The App

સ્થાનિક ચૂંટણીના મતદાનના દિવસે લગ્નના મુહૂર્તથી ચિંતા

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
સ્થાનિક  ચૂંટણીના મતદાનના દિવસે લગ્નના મુહૂર્તથી ચિંતા 1 - image

2જી ડિસેમ્બર લગ્નની મોસમનો સૌથી શુભ દિવસ

પહેલા મતદાનની ફરજ બજાવો  પછી  લગ્નમાં હાજરી આપવાની અપીલ  

મુંબઈ -  મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનું મતદાન બીજી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ છે. જોકે આ દિવસે લગ્નની ખૂબ જ શુભ  તારીખ હોવાથી ઘણા પરિવારો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હશે. પરિણામે પ્રશ્નએ ઉભો થાય છે કે મતદારો મતદાન મથક તરફ વળશે કે  લગ્ન સમારોહમાં રહેશે. આથી જોવાનું રહ્યું કે બીજી ડિસેમ્બરના રોજ કેટલું મતદાન થશે.

લોકશાહીનો મોટો તહેવાર મતદાન છે. પહેલા નાગરિકોએ મતદાનની  ફરજ પૂરી કરવી અને પછી લગ્નમાં આગળ વધવું આ સંદેશો સાથે વિશાલ જન જાગૃતિ અભિયાન શરૃ કરવામાં આવી રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આથી બીજી ડિસેમ્બરના રોજ નગર પરિષદો અને નગર પંચાયતો તથા નગરાધ્યક્ષોની ચૂંટણી છે.

સામાજિક સંગઠનો અને સ્થાનિક રાજકીય નેતાઓ મતદારોને સંદેશો આપી રહ્યા છે કે પહેલા તમે મત આપવાની ફરજ બજાવજો અને પચી લગ્ન સમારોહમાં જોડાજો. કેટલાક લોકોના લગ્ન પોતાના મત વિસ્તાર કે ગામની બહાર હોવાથી વહેલા નીકળી જવાનું હોવાથી મતદાન પર અસર પડે એવી શક્યતા વર્તાઇ રહી છે.

જો મતદારો મતદાન કરવાનું ટાળવાથી ઉમેદવારોની ચૂંટણી અને લોકશાહીના ભવિષ્ય માટે ગંભીર પરિણામો આવી શકે છે. મતદાન એ માત્ર અધિકાર નથી, તે એક જવાબદારી છે. તેથી ઘણા નાગરિકોએ પહેલા મતદાન કરો પછી સારા કાર્યો કરો એવો નિર્ધાર સુદ્ધા કર્યો છે.

બીજી ડિસેમ્બર લગ્નની મોસમનો સૌથી લોકપ્રિય શુભ દિવસ છે. ઘણા પરિવારો લગ્ન માટે સમય કાઢવો મુશ્કેલ બનવાની શક્યતા છે. આનાથી મતદાનમાં ઘટાડો થઇ શકે.