Get The App

પલાશ મુચ્છલ સામે ફિલ્મ નિર્માણના નામે 40 લાખની છેતરપિંડીની ફરિયાદ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
પલાશ મુચ્છલ સામે  ફિલ્મ નિર્માણના નામે  40 લાખની છેતરપિંડીની ફરિયાદ 1 - image

સાંગલીના સ્મૃતિ મંધાનાના પરિચિતે પોલીસ ફરિયાદ આપી 

પલાશ પાસે પૈસા માગ્યા તો નંબર બ્લોક કરી દીધોઃ સ્મૃતિ મંધાનાના નામે પૈસા પડાવતો હોવાનો આરોપ

મુંબઈ -  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટોચની પ્લેયર સ્મૃતિ મેધાના અને પલાશ મુચ્છલના લગ્ન અચાનક કેન્સલ થયા બાદ એવા સમાચારો અને અટકળ વહેતી થઈ હતી કે પલાશ સ્મૃતિને ચીટ કરી રહ્યો હતો. ત્યાર બાદ લગભગ બન્નેએ  ચુપકીદી સેવી લીધી હતી. આ વચ્ચે હવે સાંગલીના એક ઉદ્યોગપતિ અને ફિલ્મ નિર્માતા તેમ જ અભિનેતા વિધાન માનેએ  મ્યુઝિક કંપોઝર પલાશ સામે ૪૦ લાખ રૃપિયાની છેતરપિંડીનો આરોપ કરતા ખળભળાટ મચી ગયો છે.

માનેએ પલાશ સામે સાંગલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપ કર્યો છે કે પલાશે તેની સાથે છેતરપિંડી કરી ૪૦ લાખ રૃપિયા પડાવી લીધા છે. માનેએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર ૨૦૨૪માં સ્મૃતિ મેધાનાના પિતા દ્વારા તેની મુલાકાત પલાશ સાથે થઈ હતી. વાત-વાતમાં પલાશે કથિત રીતે તેની આગામી ફિલ્મ નઝરિયાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને કહ્યું હતું કે જ્યારે ફિલ્મ ઓનલાઇન રિલીઝ થશે ત્યારે પચ્ચીસ  લાખના રોકાણ પર ૧૨ લાખનો નફો થશે. માનેને રોકાણ માટે મનાવવા પલાશે તેને ફિલ્મમાં એક ભૂમિકા પણ ઓફર કરી હતી.

માનેએ સાંગલીના એસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે જે ઓફર તેને એક સ્વપ્ન સમાન લાગી હતી તે થોડા સમયમાં દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ હતી. માનેએ દાવો કર્યો હતો કે તેણે પલાશની વાતોમાં આવી માર્ચ ૨૦૨૫ સુધીમાં કુલ ૪૦ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું. માનેને ધીરે-ધીરે સમજાયું હતું કે ફિલ્મનો પ્રોજેક્ટ બંધ થઈ ગોય છે. જ્યારે માનેએ તેના પૈસા પાછા માગ્યા ત્યારે પલાશે તેને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. માનેએ સતત પૈસાની માગણી કરતા પલાશે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. જેના કારણે અંતે માને પાસે કાનૂની મદદ લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

આ બાબતે માનેએ એવો પણ આરોપ કર્યો હતો કે જે ફિલ્મનું બજેટ પહેલા ૫૫ લાખ બતાવવામાં આવ્યું હતું તે ફિલ્મનું બજેટ હવે દોઢ કરોડ થઈ ગયું હોવાનું પલાશની માતાએ જણાવ્યું હતું. આ સિવાય એક તબક્કે પલાશે માનેને કહ્યું હતું કે સ્મૃતિ સાથે લગ્ન થયા બાદ તેની રકમ પાછી આપી દેશે. જોકે પલાશના લગ્ન સ્મૃતિ સાથે તૂટી પડયા બાદ પલાશ માનેને ઇગ્નોર કરવા લાગ્યો હતો અને પૈસા પાછા આપવાની જગ્યાએ તેને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સિવાય પલાશની માતાએ પણ માનેનો નંબર બ્લોક કરી દીધો હતો. 

પલાશ અન્ય યુવતી સાથે કઢંગી હાલતમાં પકડાતાં મહિલા ક્રિકેટરોએ ફટકાર્યો હતોે

વિધાન માનેએ પલાશ પર ૪૦ લાખ રૃપિયાની છેતરપિંડીનો આરોપ કરવાની સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે જ્યારે પલાશ અને સ્મૃતિના લગ્ન તૂટયા તે રાત્રે તે ઘટના સ્થળે હાજર હતો, પલાશ જ્યારે એક અન્ય મહિલા સાથે  કઢંગી હાલતમાં રંગે હાથ  ઝડપાયો ત્યારે લગ્ન માટે આવેલી અન્ય મહિલા  ક્રિકેટરોએ મળી પલાશની મારપીટ કરી હતી.

માધ્યમો સાથે આ વિશે વાત કરતા ૩૪ વર્ષીય માનેએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તે પણ સ્મૃતિ-પલાશના લગ્ન સમારંભમાં હાજર હતો. આ સમયે પલાશ અન્ય એક યુવતી સાથે કઢંગી હાલતમાં પકડાયો હતો. આ અત્યંત ભયાનક અને અમને તમામ લોકોને દુઃખી કરી દેનારો પ્રસંગ હતો. મહિલા ક્રિકેટરોએ મળી પલાશની જોરદાર મારપીટ કરી હતી.

પલાશે આરોપો નકાર્યા, કાનૂની કાર્યવાહીની ચિમકી 

મ્યુઝિક કમંપોઝર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલે ૪૦ લાખની છેતરપિંડીનો આરોપ નકારી કાઢ્યો હતો અને માધ્યમોને જણાવ્યું હતુિં કે આ આરોપ પાયાવિહોણા અને તથ્યહીન છે. પલાશે જણાવ્યું હતું કે તેની સામે કરવામાં આવેલા આરોપો દકુર્ભાવના પૂર્ણ ઈરાદાથી કરવામાં આવ્યા છે અને તે આ બાબતે કાનૂની કાર્યવાહી કરશે.

પલાશે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે સાંગલી સ્થિત માનેએઓ સોશિયલ મિડિયા પર તેના પર કરેલા આરોપોને ધ્યાનમાં રાખી કહેવા માગું છું કે મારા વિરુદ્ધના આ દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા અને તથ્યહીન છે તેઓ મારી પ્રતિષ્ઠાને ખરડાવવાના દતુષ્ટ ઈરાદાથી આવું કસરી રહ્યા છે. મારા વકીલ  આ બાબતે કાનૂની માર્ગ તપાસી રહ્યા છે અને આ બાબતે હવે કાનૂની કાર્યવાહીથી  જવાબ આપવામાં આવશે.