Mumbai
વાંધાજનક પોસ્ટ માટે અભિનેતા કિરણ માને સામે ફરિયાદ
By GS TEAM
13 Sep 20251 min read

નેપાળની પરિસ્થિતિ વિશે પોસ્ટ કરી
પોસ્ટથી સમાજમાં વૈમન્સ્ય થઇ શકે છે, , લોકશાહીને પડકારી હોવાનો દાવો
મુંબઇ - મરાઠી અભિનેતા કિરણ માને વિરુદ્ધ કથિત વાંધાજનક ફેસબુક પોસ્ટ બદલ ભાજપના એક સ્થાનિક નેતાએ ફરિયાદ નોંધાવી છે.
ભારતીય જનતા યુવા મોરચાના નાશિક શહેર પ્રમુખ સાગર શેલારે સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પોસ્ટ ભારતની લોકશાહી વ્યવસ્થાને પડકારી છે અને સમાજમાં વૈમન્સ્ય ઉભી કરી શકે છે.
ગત નવ સપ્ટેમ્બરના રોજ શેર કરાયેલી માનેની પોસ્ટમાં નેપાળની પરિસ્થિતિનો ઉલ્લેખ છે, પરંતુ એમા કોઇ વ્યક્તિનું નામ લેવામાં આવ્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં હજી સુધી કોઇ એફઆઇઆર નોંધવામાં આવી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.








