સાક્ષીના નિવેદનને ધ્યાનમાં લેવાયું નહોતું
પ્રવાસી ટિકિટ વિના અને પાટા ઓળંગતો હોવાની ટ્રિબ્યુનલની નોંધને હાઈકોર્ટે અવિચારી ગણાવી
મુંબઈ - જૂન ૨૦૦૯માં જોગેશ્વરી સ્ટેશન નજીક ભીડને લીધે લોકલ ટ્રેનમાંથી પડી જતાં પુત્રના થયેલા મૃત્યુના ૧૭ વર્ષ બાદ બોમ્બે હાઈ કોર્ટે પશ્ચિમ રેલવેને મૃતક તરુણની માતાને અકસ્માતથી અત્યારસુધી છ ટકા વ્યાજ સાથે ચાર લાખની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
રેલવ ે ક્લેઈમ્સ ટ્રિબ્યુનલએ મહત્ત્વના સાક્ષી ની જુબાનીને ધ્યાનમાં લીધી નથી. તેણે જણાવ્યું હતું કે ચર્ચગેટ તરફ ટ્રેન જતી હતી ત્યારે ભીડને લીધેે તેને ટ્રેનમાંથી પડતા જોયો હતો.
પુરાવાને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જવા બદલ હાઈકોર્ટે જણાવ્યું હતું કે કેસ ટ્રિબ્યુનલને સોંપી શકાયો હતો પણ ૨૦૦૯નો છે અને વધુ વિલંબ ટાળવા પોતે પુરાવા તપાસીને મૃત્યુ અકસ્માતે પડી જવાથી થયાનું નોંધ્યું હતું.
રેલવે એક્સિડેન્ટ ટ્રિબ્યુનલે દાવો ફગાવતાં જણાવ્યું હતું કે આ ઘટના અનિચ્છનીય ઘટના નહોતી અને પ્રવાસી કાયદેસર પ્રવાસી નહોતો. પ્રવાસી પાસે ગોરેગામથી ચર્ચગેટની બે ટિકિટ હતી.આથી ટ્રિબ્યુનલે ટિકિટવિનાનો પ્રવાસી ગણતી વખતે આ બાબતનો વિચાર કર્યો નહોતો.
પ્રવાસી પાટા ઓળંગતી વખતે મૃત્યુ પામ્યો હોવાની રેલવેની દલીલને ટ્રિબ્યુનલે સ્વીકારી હતી. આ સ્થળે લોકો પાટા ઓળંગતા હોવા માત્રથી એવું માની લેવું યોગ્ય નથી.
વળતરની રકમ ૧૨ સપ્તાહમાં ચૂકવવા રેલવેને આદેશ અપાયો છે.


