Get The App

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક

Updated: Aug 10th, 2022

GS TEAM


Google News
Google News
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક 1 - image


દિલ્હી એઈમ્સમાં સારવાર માટે ખસેડાયા 

રાજુ શ્રીવાસ્તવ ભાનમાં છે અને સારવારને પ્રતિભાવ આપી રહ્યા છેઃ ચાહકોમાં ચિંતાનું મોજું 

મુંબઈ :  જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવતાં દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમાચારથી તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  

રાજુ શ્રીવાસ્તવની ટીમ દ્વારા જણાવાયા અનુસાર તેઓ કોઈ કામસર દિલ્હી ગયા હતા ત્યારે જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા. એ વખતે તેમને અચાનક છાતીમાં ભારે દુઃખાવો શરુ થયો હતો. 

તેમને તુરત જ દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા જ્યાં તેમને માઈલ્ડ હાર્ટ એટેક હોવાનું જણાતાં તરત જ સારવાર શરુ કરાઈ હતી. 

ટીમે જણાવ્યું હતું કે ૫૯ વર્ષીય રાજુ શ્રીવાસ્તવ સારવારને સકારાત્મક રીતે પ્રતિભાવ આપી રહ્યા છે. તેઓ ભાનમાં પણ છે. ચાહકોએ ગભરાઈ જવાની જરુર નથી પરંતુ તેમની ઝડપી રિકવરી માટે સૌએ પ્રાર્થના કરવી જોઈએ. 

જોકે, આ કોમેડિયનની તબિયતના સમાચાર પ્રસરતાં ચાહકોમાં ચિંતાનુ મોજું ફેલાયું હતું. સંખ્યાબંધ લોકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી હતી. 

રાજુ શ્રીવાસ્તવ ટીવી પર સંખ્યાબંધ કોમેડી શોથી જાણીતા થયા છે અને તે પછી તેમણે કેટલીક ફિલમોમાં પણ હાસ્ય ભૂમિકાઓ કરી છે.


Tags :