Get The App

કોલેજગર્લ પર ગેંગરેપ, સ્ટ્રગલિંગ મોડેલની ધરપકડ, 2 આરોપી ફરાર

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
કોલેજગર્લ પર ગેંગરેપ, સ્ટ્રગલિંગ મોડેલની ધરપકડ, 2 આરોપી ફરાર 1 - image

અંધેરીના લોજના રૃમમાં જ નકલી ઓફિસ બનાવી સેક્સ રેકેટ

પાર્ટ ટાઈમ નોકરી શોધતી કોલેજિયન યુવતીનાં કોલ્ડ ડ્રીન્કમાં બેભાન થવાની દવા ભેળવી બળાત્કાર ઃ અશ્લીલ ફોટાથી બ્લેકમેલ

મુંબઈ -  અંધેરીમાં ૨૨ વર્ષીય કોલેજ વિદ્યાર્થિની પર ગેંગરેપનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોજના રૃમમાં જ નકલી માર્કેટિંગનો વ્યવસાય ચલાવી નોકરીના બહાને કોલેજ ગર્લ પર સામુહિક બળાત્કાર ગુજરાવામાં આવ્યો હતો. કોલેજગર્લ પર બળાત્કાર ગુજારનારા બે આરોપીએ તેના અશ્લીલ વીડિયો અને ફોટા લઈ બ્લેકમેલ કરી હતી. આ મામલામાં મોડેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને શોધી રહી છે.

પોલીસ  અધિકારીના જણાવ્યા મુજબ અંધેરીમાં રહેલી સ્ટ્રગલિંગ મોડેલ સુષ્મા (ઉં. વ. ૩૧)એ જેબી નગર ખાતે લોજમાં એક રૃમ ભાડે લીધો હતો. તેણે આ રૃમમાં જ નકલી ઓફિસનો સેટ બનાવ્યો હતો.

લોજના  રૃમમાંથી કામ કરતી આરોપી ગરમ મસાલા ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણનો વ્યવસાય ચલાવતી હતી. અંધેરી વિસ્તારમાં રહેતી કોલેજમાં ભણતી ૨૨ વર્ષીય વિદ્યાર્થિની પાર્ટ-ટાઇમ માટે નોકરી શોધી રહી હતી. તેણે ઓનલાઇન જાહેરાત જોઈ સુષ્મા પાસે નોકરી માટે અરજી કરી અને પસંદગી થયા પછી તરત જ જોડાઈ ગઈ હતી.

પીડિતાને  જાણ કરવામાં આવી હતી કે લોજના રૃમમાંથી જ કામ કરવામાં આવશે. ઓફિસમાં ફક્ત સુષ્મા અને કોલેજગર્લ જ હતા. 

વિદ્યાર્થિનીને  આરોપી પર શંકા ગઈ નહોતી. એફઆઇઆર મુજબ આરોપી સુષ્માએ યુવતીને સોફ્ટ ડ્રિન્કમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવ્યો હતો. યુવતી ટૂંક સમયમાં બેભાન થઈ ગઈ હતી. મોડેલે બે પુરુષને લોજ રૃમમાં બોલાવ્યા હતા. પીડિતા બેભાન હતી તે સમયે બે નરાધમે તેના પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

જ્યારે  પીડિતા ભાનમાં આવી ત્યારે તેની બાજુમાં બે પુરુષ હતા. તેમણે વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કરતી વખતે અશ્લીલ વીડિયો અને ફોટો લીધા હતા. આ દાખવીને તેને ધમકી આપી બ્લેકમેલ કરી હતી. યુવતી ગભરાઈ ગઈ અને ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. બાદમાં તેણે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ડેપ્યુટી  કમિશનર પોલીસ (ઝોન-૧૦) દત્તા નલાવડેના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સુષ્માની ધરપકડ કરી તેના બે સાથીદારની શોધખોળ આદરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ કરી રહી છે.