Get The App

મુંબઈ એરપોર્ટ પર લિક્વિડ સ્વરૂપે લવાયેલું 20 કરોડની કિંમતનું કોકેન જપ્ત

Updated: Nov 25th, 2022

GS TEAM

Google News
Google News
મુંબઈ એરપોર્ટ પર લિક્વિડ સ્વરૂપે લવાયેલું 20 કરોડની કિંમતનું કોકેન જપ્ત 1 - image


- દારૂની બોટલમાં કોકેનની તસ્કરી

- ભારતમાં લિક્વિડ કોકેન પકડાયું હોય તેવો કદાચ પહેલો જ કિસ્સો

મુંબઈ: મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ તસ્કરીથી લવાયેલું 20 કરોડની કિંમતનું લિક્વિડ કોકેન જપ્ત કર્યું હતું. દારૂની બોટલમાં આ લિક્વિડ કોકેનની તસ્કરી કરવામાં આવી રહી હતી. ભારતમાં લિક્વિડ કોકેન પકડાયું હોય તેવો આ કદાચ પહેલો જ કિસ્સો છે. બોટલ સાથે આ કોકેનનું વજન સાડા ત્રણ કિલો બતાવવામાં આવ્યું છે.

ડીઆરઆઈના અધિકારીઓ અનુસાર તેમને એવી ગુપ્ત માહિતી મળી હતી કે અદીસઅબાબા થી લાગોસ થઈ મુંબઈ આવી રહેલ એક વ્યક્તિ પાસે અમૂક કેફી દ્રવ્યો છે. આ વ્યક્તિ બાબતની જાણ થયા બાદ ડીઆરઆઈની ટીમે એરપોર્ટ પર ચોક્સાઈ વધારી એક શકમંદને તાબામાં લીધો હતો. તેના સામાનની ઝડતી લેવામાં આવતા તેમાંથી એક-એક લીટરની એમ બે વ્હિસ્કીની બોટલ મળી આવી હતી. ડ્રગ ડિટેક્શન કીટની મદદથી આ બોટલના પ્રવાહીને તપાસવામાં આવતા તેના કોકેન હોવાનું સ્પષ્ટ થયું હતું. આ બન્ને બોટલનું વજન 3.50 કિ.ગ્રા. હોવાનું જાણવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગની કિંમત અંદાજે 20 કરોડ જેટલી થતી હોવાનું ડીઆરઆઈના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું.

આ સંદર્ભે ડીઆરઆઈના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે લિક્વિડની બોટલમાં મિક્સ કરીને લવાતા કોકેનનો આ જથ્થો પકડવો સરળ નહોતો. ડીઆરઆઈએ તસ્કરોની આ યુનિક મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી કોકેનનો આ જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટના બાદ ડીઆરઆઈએ આ પ્રકરણે વધુ તપાસ આદરી છે.

Tags :