Mumbai

કોલ કંપનીના અધિકારીના બંગલો, દાગીના, જમીનો સહિતની સંપત્તિનો પર્દાફાશ

By GS TEAM
25 Dec 20252 mins read
કોલ કંપનીના અધિકારીના બંગલો, દાગીના, જમીનો સહિતની સંપત્તિનો પર્દાફાશ

ડબ્લ્યુસીએલ અધિકારીના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા

આવકના સ્ત્રોત કરતા ઘણી વધારે સંપત્તી એકઠી કરી, બ્લેક મની ડાઈવર્ટ કરવા પત્નીના નામે શેલ કંપની 

મુંબઈ: સેન્ટ્રલ  બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નાગપુરમાં વેસ્ટર્ન કોલડ્રિંગ્સ લિમિટેડ (ડબલ્યુસીએલ)ના અધિકારીના નિવાસસ્થાને દરોડા દરમિયાન પંજાબના માહોલીમાં એક બંગલો ૯૦૦ ગ્રામ સોનાના દાગીના, ઝારખંડમાં ખેતીની જમીન અને એસયુવી સહિતની અન્ય સંપત્તી મળી આપી હતી.

સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યુરો (એસીવી)એ કોલ ઈન્ડિયાની પેટા કંપનીના આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર સંદીપ સિંહ અને તેમની પત્ની શ્વેતાના નાગપુરમાં કાટોલ રોડ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડયા હતા.

આ દરોડા પહેલા તપાસ એજન્સીએ દંપતી સામે આવકના સ્ત્રોતો કરતા વધુ સંપત્તિ ધરાવવાનો આરોપ લગાવ્યો હતો.

ઘરમાં સર્ચ ઓપરેશનમાં એજન્સીને ૯૦૦ ગ્રામ સોનાના દાગીના, ઝારખંડના ધન બાદમાં ખેતીની ત્રણ જમીન, નાગપુરમાં લગભગ રૂા.૮૦ લાખને રહેણાંક પ્લોટ, એક લક્ઝરી સ્પોર્ટર્સ યુટિલીટી વ્હીક્લ (એસયુવી) અને પંજાબના માહોલીમાં ખરીદેલી બંગલા સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સિંહે પોતાના ઘરોમાં ઈન્ટિરિયર કામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

સિંહે કાળા નાણાને ડાયવર્ટ કરતા  માટે પત્નીના નામે એક શેલ કંપનીનો ઉપયોગ કર્યો હતો. તેમણે કથિત રીતે ઓગસ્ટ ૨૦૨૩ અને ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ની વચ્ચે પોતાના અને પત્નીના નામે સ્થાવર અને જંગમ સંપત્તિઓ મેળવી હતી.

વિગતવાર મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે બે વર્ષના સમયગાળા દરમિયાન દંપતીની કુલ આવક રૂા.૧.૨૭ કરોડ હતી. જ્યારે તેમની સંપત્તિ રૂા.૧.૬૨ કરોડથી વધીને રૂા.૨.૮૭ કરોડ થઈ ગઈ હતી. આ ગુનામાં પત્ની શ્વેતા સિંહે તેના પતિને મદદ કરી હતી.