Get The App

નેશનલ પાર્કમાં તંત્રની મનમાની સામે નાગરિકોનું આંદોલન

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
નેશનલ પાર્કમાં તંત્રની મનમાની સામે નાગરિકોનું આંદોલન 1 - image

રહીશોનાં આંદોલનમાં કોર્પોરેટરો પણ જોડાયા

વર્ષોથી રહેતા લોકોના મકાનોને ગેરકાયદે દબાણ ગણાવી  તોડી પડાયાંનો આરોપ

મુંબઈ -  મુંબઈના બોરીવલી પૂર્વમાં આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓની વહીવટ સામે સ્થાનિક લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વન વિભાગના વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. 

ઉદ્યાનને અડીને આવેલા અભિનવ નગર વિસ્તારના રહેવાસીઓએ વન સંરક્ષક અનિતા પાટીલના કથિત મનસ્વી નિર્ણયો સામે અ યોજેેલાં વિરોધ પ્રદર્શનમાં સ્થાનિકો  ઉપરાંત કેટલાક કોર્પોરેટરો પણ જોડાયા હતા. 

આંદોલનકારીઓનો  આરોપ છે કે ઘણા વર્ષોથી અહીં રહેતા આદિવાસી પરિવારો પાસે તેમના ઘરોના પુરાવા અને દસ્તાવેજો હોવા છતાં તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી થોડા દિવસો પહેલા વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો.