Mumbai

મુંબઈગરાં માટે મોટાપાયે ચાઈનીઝ દ્રાશ ઠલવાઈ

By GS TEAM
18 Dec 20251 min read
મુંબઈગરાં માટે મોટાપાયે ચાઈનીઝ દ્રાશ ઠલવાઈ

કેલિફોર્નિયા અને દક્ષિણ આફ્રિકાથી પણ અંગુર આવશે

નાસિકની દ્રાક્ષનું ઉત્પાદન ઘટતાં એપીએમસીમાં વિદેશી માલની આવક

મુંબઈ -  દ્રાક્ષના ઉત્પાદનનું મુખ્ય મથક ગણાતા નાસિકમાં આ વખતે ઉત્પાદન ઘટતાં નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં અત્યારે ચીનની લાલ દ્રાક્ષનું ભરપૂર વેચાણ થવા માંડયું છે.

આમ તો મહારાષ્ટ્રના નાસિકમાં સૌથી વધુ દ્રાક્ષનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે નાસિક સહિતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ એ પૂર જેવી સ્થિતિને પગલે દ્રાક્ષના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થતા ચીનની દ્રાક્ષની ડિમાન્ડ વધી છે. વેપારીઓ પણ સારો ભાવ મળતો હોવાથી ચીનની દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યાં છે.

નવી મુંબઈની એપીએમસી ફ્રુટ માર્કેટમાં અત્યારે દરરોજ બે હજાર પેટી ચીની દ્રાક્ષની આવક થાય છે. આ દ્રાક્ષની કિંમત કિલોના ૨૨૦થી ૩૦૦ રૃપિયા છે. પાંચ કિલોની પેટીનો ૧૫૦૦થી ૧૬૦૦ રૃપિયા ભાવ મળી રહ્યા છે. મોટી સાઈઝ, આકર્ષક રંગ અને સારી ગુણવત્તાને કારણે આ ચીની અંગુર તરફ ગ્રાહકો આકર્ષાય છે.

માર્કેટના એક વેપારના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીના અંત સુધીમાં મહારાષ્ટ્રના નાસિક અને અન્ય ભાગોમાંથી ફરીથી નવી મુંબઈ માર્કેટમાં આવવાની શરૃઆત થઈ જશે. ઉપરાંત જૂન અને જુલાઈમાં કેલિફોર્નિયા અને દક્ષિણ આફ્રિકાથી પણ દ્રાક્ષ આવવા માંડશે. ત્યાં સુધી ચીનની દ્રાક્ષના ભાવ ઊંચા રહેશે.