Get The App

પુણેમાં સ્કૂલ બસની ટક્કરે બાળકનું મોત, માતા ઘાયલ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
પુણેમાં  સ્કૂલ બસની ટક્કરે બાળકનું મોત, માતા ઘાયલ 1 - image

શાળા સંચાલક, પ્રિન્સિપાલ, બસમાલિક સામે ગુનો નોંધાયો

શાળાએ મૂકવા જતી વખતે અકસ્માત સર્જાતા માતા ઘાયલઃ ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ  -  પુણેમાં હડપસર- સાસવડ રોડ પર એક સ્કૂલ બસે માતા અને પુત્રને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. તો તેની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને સ્કૂલના સંચાલક, પ્રિન્સિપાલ સહિત ચાર સામે ગુનો નોંધાયો હતો. 

આ  અકસ્માત બે ડિસેમ્બરના રોજ સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. રેખા ભાંગરે નર્સરીમાં અભ્યાસ કરતા તેના પાંચ વર્ષીય પુત્ર સાઈનાથને લઈને શાળાએ છોડવા માટે જઈ રહી હતી. તે સમયે સ્કૂલે બસે પાછળથી બંનેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થાનિકોએ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયા હતા.

અહીં ડોક્ટરોએ પાંચ વર્ષીય બાળકને મૃત જાહેર કર્યો હતો. તો તેની માતા ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ પોલીસે બસ ડ્રાઈવર પાંડવનગરના રહેવાસી સંસ્કાર ભોંસલેની ધરપકડ  કરી હતી અને તેની સામે બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

વધુમાં પોલીસે મોડક ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક , પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓને લઈ જતી બસના માલિક સામે પણ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.