વાલી દ્વારા ગંભીર ગુનો છતાં બાળકને તેની હુંફથી વંચિત ન રાખી શકાયઃ કોર્ટ
3 વર્ષથી બાળક સાથે માતાનો મેળાપ ન થયાની નોંધ લીધી
અન્ય બાળકીના અપહણમાં ઝડપાયેલી મહિલા ખુદ સાત વર્ષનાં બાળકની માતા હોવાનું ધ્યાને રાખીને જામીન
મુંબઈ, તા.૧૭
2013 માં અન્ય સગીર છોકરીનું અપહરણ કરવા બદલ ઝડપાયેલી એક મહિલાને જામીન આપતી વખતે, અહીંની એક કોર્ટે ં કહ્યું હતું કે ૭ વર્ષના બાળકને કુદરતી પાલકની હૂંફથી વંચિત રાખવું જોઈએ નહીં.આરોપી સાત વર્ષની બાળકીની માતા છે અને ધરપકડ થઈ ત્યારથી તે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાં રહે છે.આ કેસ ૨૦૧૩ માં ૭ વર્ષની બાળકીના અપહરણ સાથે સંબંધિત છે. પીડિતા લગભગ એક દાયકા પછી મળી આવી હતી, જેના કારણે ૨૦૨૨માં આરોપી મહિલા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૩
ગયા અઠવાડિયે મહિલાને જામીન આપતી વખતે દિંડોશી કોર્ટના એડિશનલ સેશન્સ જજ એસએમ તકલીકરે નોંધ્યું હતું કે આરોપીનું બાળક છેલ્લા ત્રણ વર્ષથી તેના માતાપિતાને મળ્યું નથી.
કોર્ટે નોંધ્યું હતું કે, કોઈ શંકા નથી કે બાળકને બાલ ભવનમાં દાખલ કરવામાં આવ્યું છે, જે તેની સંભાળ રાખે છે અને રક્ષણ આપે છે. પરંતુ ૭ વર્ષના બાળકને કુદરતી વાલીની હૂંફથી વંચિત રાખવામાં આવશે નહીં, એમ આદેશમાં કહેવામાં આવ્યું છે.કોર્ટે ધ્યાનમાં લીધું હતું કે આરોપી બાળકની સંગતથી વંચિત છે કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષથી ટ્રાયલ વિના જેલમાં છે.
ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, પીડિતાની માતાએ ૨૨ જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, કારણ કે તેની ૭ વર્ષની પુત્રી શાળાએથી ઘરે પાછી આવી નહોતી. ૩ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ, એક પાડોશીને એક મહિલાનો વીડિયો કોલ આવ્યો હતો, જેમાં ગુમ થયેલી પીડિતા જેવી દેખાતી એક છોકરી દેખાતી હતી, ત્યાં સુધી તેણીો પત્તો લાગ્યો નહોતો.
પોલીસે જણાવ્યું કે, પાડોશીએ છોકરીને ફરિયાદીની પુત્રી તરીકે ઓળખી કાઢી, જેના કારણે માતા તે સ્થાન પર પહોંચી ગઈ જ્યાં તેની પુત્રી મળી આવી હતી.
બાળકીઓ પોતાની આપવીતી વર્ણવતાં આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૩માં,બંને આરોપીઓ તેને આઈસ્ક્રીમ આપવાની લાલચ આપીને લઈ ગયા હતા.તેને ગોવા લઈ ગયા અને ઘણા મહિનાઓ સુધી ત્યાં રાખી અને ત્યારબાદ, તેઓ મુંબઈના વિલે પાર્લે આવ્યા, ભાડે ઘર લીધું અને ચાર મહિના સુધી ત્યાં રહ્યા, પછી તેને ગોવા પાછી લઈ ગયા, એવો પીડિતાએ દાવો કર્યો હતો.
છોકરીએ એમ પણ જણાવ્યું કે આરોપીએ તેને કર્ણાટકની એક શાળામાં દાખલ કરાવી અને એક વર્ષ સુધી ત્યાં રાખી હતી. પીડિતાએ દાવો કર્યો હતો કે ૨૦૧૫માં તેઓ મુંબઈ આવ્યા હતા અને ત્યારથી તેઓ શહેરમાં રહેતા હતા.
આ સમયગાળા દરમિયાન, તેઓએ તેને એક ઘરમાં બંધકરી દીધી અને ઘરના બધા કામ કરવા માટે દબાણ કર્યું. તેઓએ તેને બેબીસીટર તરીકે કામ કરવા માટે પણ દબાણ કર્યું અને કમાયેલા પૈસા પણ વસૂલ્યા, પીડિતાએ આરોપ લગાવ્યો હતો. પીડિતાએ એવો પણ દાવો કર્યો હતો કે આરોપી તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હતો.
આરોપી મહિલાના વકીલ, નીતિન હજારેએ દલીલ કરી હતી કે ચાર્જશીટ ૨૦૨૨ માં દાખલ કરવામાં આવી હતી અને ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ આરોપો ઘડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી કોઈ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી નથી.
પોલીસે ૨૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતોે, જેમાં કહેવામાં આવ્યું કે પીડિતાનો પત્તો લાગી રહ્યો નથી. વકીલે ધ્યાન દોર્યું કે આરોપી મહિલાની પુત્રી ત્રણ વર્ષથી અનાથાશ્રમમાં છે અને તેને તેની માતાની સંભાળની જરૃર છે.
કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી નોંધ્યું કે આરોપી પાંચ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ ધરપકડ થયા પછી ત્રણ વર્ષથી કસ્ટડીમાં છેે અને ટ્રાયલ આગળ વધી ન હતી.
ન્યાયાધીશે ફરિયાદ પક્ષના દાવાને સ્વીકાર્યો કે ગુનો ગંભીર હતો, પરંતુ આરોપીની પુત્રી અંગે બચાવ પક્ષની દલીલનો પક્ષ લીધોે. આ બધા પાસાઓ ધ્યાનમાં લેતાં, કોર્ટે કહ્યું કે આરોપીને જામીન આપવાનંન ન્યાયી અને યોગ્ય છે. આરોપી મહિલાનો પતિ હજુ પણ જેલમાં છે.