તુનિષા આત્મહત્યા કેસમાં શિઝાનખાન સામે ચાર્જશીટ
આરોપી શિઝાન હાલ જ્યુ. કસ્ટડીમાં
ચાર્જશીટમાં ફોન કોલ્સ તથા ચેટ મેસેજીસ સહિતના ડેટાનો સમાવેશ
મુંબઈ : ટીવી અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા પ્રકરણે પોલીસે વસઈની કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. શર્માને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ સહઅભિનતા શીઝાન ખાન (૨૮)ની ધરપકડ કરવામાં આવી હતી. ૨૪ ડિસેમ્બર ૨૦૨૨નારોજ શર્મા શૂટિંગના લોકેશન પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના પાલઘરમાં વાળીવ પાસે ટીવી સિરિયલના સેટ પર બની હતી.
પોલીસે આ પ્રકરણે આરોપનામું દાખલ કર્યું છે અને વધુ કોઈ વિગત આપવાનો ઈનકાર કર્યો હતો. આરોપનામામાં ફોનકોલની વિગત, ચેટ મેસેજ અને અન્ય સંદેશવ્યવહારની પણ વિગત છે.
ખાલ હાલ અદાલતી કસ્ટડીમાં છે. શર્મા અને ખાન પ્રેમસંબંધમાં હતા પણ બાદમાં તેેઓ છૂટા પડી ગયા હતા. બંને જણ અલી બાબાઃ દાસ્તાને કાબૂલ સિરિયલમાં સહકલાકાર હતા. આરોપનામું દાખલ થયા બાદ આરોપો ઘડવામાં આવશે અને કેસની સુનાવણી ચાલુ થશે.