વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં
બપોરે ૧૨થી ૧૧ વાગ્યા દરમ્યાન ભારે વાહનોની અવરજવરની ચેતાવણી
મુંબઈ - દક્ષિણ મુંબઈમાં વિશ્વ વિખ્યાત ફુટબોલ પ્લેયર મેસ્સીની ઈવેન્ટને કારણે ૧૪ ડિસેમ્બરે મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. બપોરે ૧૨ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમ્યાન ભીડને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની અવરજવરની ચેતાવણી આપી છે.
વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં અને મુસાફરોને લોકલ ટ્રેન અને મેટ્રો જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ અપાવામાં આવી છે. સી રો, ડી રોડ, ઈ રોડ, એફ રોડ, જી રોડ, એનએસ રોડ (બંને દિશાઓ), વીર નરીમાન રોડ, દિનશા વાચ્છા રોડ અને જમશેદજી ટાટા રોડ પર પાર્કિંગનો પર બંધી છે. વીર નરીમાન રોડ અને દિનશા વાચ્છા રોડ પર પે એન્ડ પાર્ક સુવિધા સ્થગિત રહેશે.
એક માર્ગી ટ્રાફિકમાં
ડી રોડઃપશ્ચિમથી પૂર્વમાં એનએસ રોડથી ઈ એન્ડ સી રોડ જંક્શન સુધી
ઈ રોડઃ ડી રોડથી સી રોડ જંક્શન સુધી દક્ષિણ તરફ
વીર નરીમાન રોડ (દક્ષિણ તરફ)ઃ ચર્ચગેટ જંક્શનથી ઈ રોડ સુધી પ્રવેશ પ્રતિબંધિત
રસ્તા બંધ રહેશે
ચંદ્ર બોઝ રોડ (ઉત્તર તરફ) ઃ નેતાજી સુભાષ એર ઈન્ડિયા જંક્શનથી મફતલાલ જંક્શન
કોસ્ટલ રોડ (દક્ષિણ તરફ) ઃ વરલી/તારદેવથી મરીન ડ્રાઈવ
કોસ્ટલ રોડ (ઉત્તર તરફ)ઃ મરીન ડ્રાઈવથી વરલી/તારદેવ
વૈકલ્પિક માર્ગોમાં રામનાથ પોદ્દાર ચોક, મહર્શી કર્વે રોડ, ઓપેરા હાઉસ, ચર્ની રોડ અને મરીન લાઈન્સ થઈને જવાની સલાહ છે.


