Mumbai

કેરળના ફિલ્મ ફેસ્ટિવલમાં 19 ફિલ્મો પર કેન્દ્ર દ્વારા પ્રતિબંધ

By GS TEAM
16 Dec 20251 min read
કેરળના ફિલ્મ ફેસ્ટિવલમાં 19 ફિલ્મો પર કેન્દ્ર દ્વારા પ્રતિબંધ

જોકે, કેરળ સરકારે પ્રતિબંધને ફગાવી  દીધો

ગાઝા પર ઈઝરાયેલના એટેકને લગતી ફિલ્મ ઉપરાંત કેટલીક જૂની ફિલ્મ પર પણ  પ્રતિબંધ

મુંબઈ -  આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯ ફિલ્મોનાં સ્ક્રિનિંગ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂૂકી દેતાં ભારે રાજકીય વિવાદ છેડાયો છે. કેરળ સરકારે આ પ્રતિબંધને ફગાવી  દેતાં કહ્યું છે કે આ ફિલ્મોનું  સ્ક્રિનિંગ થાય તેવા પ્રયાસો કરાશે. 

કેન્દ્ર સરકારે પેલેસ્ટાઈન ક્રાઇસિસ પરની ચાર ફિલ્મો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમાં 'પેલેસ્ટાઈન ૩૬', 'વન્સ અપોન એ ટાઈમ ઈન ગાઝા', 'ઓલ ધેટ ઈઝ લેફ્ટ ઓફ યુ' તથા 'વાજિબ'નો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાઈ ચુકેલી કેટલીક ક્લાસિક ફિલ્મો પર પણ પ્રતિબંધ લદાયો છે. તેમાં સર્જેઈ આઈસેન્સિટેઈનની ૧૯૨૫ના સોવિયેત યુગ પરની ફિલ્મ 'બેટલશિપ પોટેમકિન' તથા અન્ય ફિલ્મોનો સમાવેશ થાય છે. 

આ પ્રતિબંધથી  ભારે રાજકીય વિવાદ છેડાયો છે. કેરળના અનેક નેતાઓએ આ  પ્રતિબંધની આકરી ટીકા કરી છે. આ ફિલ્મોનાં  સ્ક્રિનિંગને મંજૂરી કેમ નથી અપાઈ તેનું કોઈ કારણ પણ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યું નથી.