રાષ્ટ્રકવિ પ્રદીપની 110મી જયંતી પ્રસંગે વિલેપાર્લેમાં આઝાદીનો મહોત્સવ ઉજવાયો
અય મેરે વતન કે લોગોના સર્જક
પાર્શ્વગાયક તરીકે તેમણે એક ગુજરાતી ગીત પણ ગાયેલું
ગાંધીજીએ પણ જીવનની એક માત્ર ફિલ્મ રામંરાજ્ય જુહુમાં જ જોઈ હતી
મુંબઈ - અય મેરે વતન કે લોગોં... સહિત અનેક દેશભક્તિના ગીતોનું સર્જન કરી રાષ્ટ્રકવિનું બીરૃદ મેળવનારા કવિશ્રી પ્રદીપજીની સર્જન ભૂમિ વિલેપાર્લેમાં તેમની ૧૧૦મી જન્યમજયંતી પ્રસંગે આઝાદીનો મહોત્સવ ઊજવાયો હતો.
કલાગુર્જરી અને લેખિનીના ઉપકર્મે આયોજિત આઝાદીના મહોત્સવમાં કવિ પ્રદીપજીના ગીતોને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અંતાક્ષરી યોજાઈ હતી. કવિના પુત્રી અને ચિત્રકાર મિતુલ પ્રદીપ તરફથી પરતંત્ર ભારતમાં કવિ પ્રદિપજીએ કેવી હિંમતથી આઝ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂર હટો અય દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ... જેવાં જંગે આઝાદીના ગીતો રચી લોકોને જોશ ચડાવ્યો હતો તેનું વર્ણન કર્યું હતું. આઝાદીના મહતોસ્વની ઉજવણી નિમિત્તે આખા હોલમાં તિરંગા લગાડવામાં આવ્યા હતા અને સહુને જયહિંદ લખેલા ખેસ ઓઢાડવામાં આવ્યા હતા.
૧૯૬૨ના યુદ્ધામાં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું અને ભારતે પરાજ્ય ખમવો પડયો હતો. સર્વત્ર નિરાશાનો માહોલ ફેલાયો હતો એવી પરિસ્થિતિમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી રૃપે કવિ પ્રદીપજીએ અય મેરે વતન કે લોગોં...નું સર્જન કર્યું અને પછી સી.રામચંદ્રએ સ્વરબદ્ધા કરેલા આ ગીતને લતા મંગેશકરનો કંઠ મળ્યો અને દેશભક્તિના ગીતોમાં આ ગીત શિરમોર સમું બની ગયું હતું.
મહાત્મા ગાંધીજી મુંબઈ આવ્યા ત્યારે વિલેપાર્લેના જુહુ વિસ્તારમાં એક બંગલામાં બાપુનો ઉતારો હતો. એ વખતે ગાંધીજી જુહુના દરિયા કિનારે ફરવા જતા હતા. જુહુના જ આ બંગલામાં બાપુએ જીવનની એક માત્ર ફિલ્મ 'રામરાજ્ય' જોઈ હતી. આ સંદર્ભમાં મિતુલ પ્રદીપે જણાવ્યું હતું કે પ્રદીપજીએ ગાંધીજી વિશે લખેલું ગીત પણ અમર થઈ ગયું છે. દેદી હમેં આઝાદી બીના ખણ બીના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ...
કવિ પ્રદીપજીએ દેશભક્તિના ગીતો ઉપરાંત પ્રેમગીતો, સામાજિક સંદેશ આપતા ગીતો અને ભક્તિ ગીતો લખ્યા હતા જય સંતોષી માતા ફિલ્મના ગીતો મેં તો આરતી ઉતારૃં રેસંતોષી માતા કી... આજે પણ કાને પડે છે.
કવિ અને ગાયક પ્રદીપ ઉફનામથી ગીતો લખનારા રાષ્ટ્રકવિનું મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી હતું. તેમના લગ્ન ગુજરાતચી પરિવારના ભદ્રા બહેન સાથે થયા હતા. એટલે ગુજરાતી ભાષા પ્રત્યે તેમને ખૂબ જ આદર હતો. તેમણે જીવનમાં એક માત્ર ગુજરાતી ગીત ગાયું હતું - તારી જીવન ગાડી ચાલી રે... તેમને મહેંદી તે વાવી માનવે ને એનો રંગ ગયો ગુજરાત રે... ગીત એટલું ગમી ગયું કે આ ગીતના સર્જક અવિનાશ વ્યાસની પરવાનગીથી આ જ ઢાળ પર એક હિન્દી ગીત લખ્યું જેના શબ્દો હકો કાન્હા બજાવે બાંસુરી...