Get The App

મીરા ભાયંદરની મ્યુનિ. શાળાઓમાં સીબીએસઈ બોર્ડ શરુ કરાશે

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
મીરા ભાયંદરની મ્યુનિ. શાળાઓમાં સીબીએસઈ બોર્ડ શરુ કરાશે 1 - image

શૈક્ષણિક સંસ્થાઓને મ્યુ. શાળા દત્તક અપાશેે

એક વર્ગમાં ખાનગી શાળા તથા મ્યુનિ.ના અડધા અડધા વિદ્યાર્થીઓને પણ સમાવાશે

મુંબઈ  -  મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને તેની શાળાઓમાં સીબીએસઈ બોર્ડ શરૃ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે બજેટમાં નોંધપાત્ર જોગવાઈ કરવામાં આવી છે. 

        મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૩૬ શાળાઓ છે જેમાં સાડા નવ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને તેની શાળાઓમાં સીબીએસઈ અભ્યાસક્રમ શરૃ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

 આ ઉપરાંત, પચાસ ટકા ખાનગી વિદ્યાર્થીઓ અને મ્યુનિસિપલ શાળાઓના પચાસ ટકા વિદ્યાર્થીઓને એક વર્ગમાં સમાવવાનો એક નવીન પ્રયોગ અમલમાં મૂકવામાં આવશે. આ સિવાય  શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાઓ દત્તક લેવાનો એક નવીન પ્રયોગ પણ અમલમાં મૂકવામાં આવશે.