Get The App

મુંબઇ, પુણેમાં ગેરકાયદે કોલ સેન્ટર પર સીબીઆઇના દરોડા

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇ, પુણેમાં ગેરકાયદે કોલ સેન્ટર પર સીબીઆઇના દરોડા 1 - image


અમેરિકન નાગરિકને જાળમાં ફસાવનારા ત્રણ પકડાયા

બેંક અધિકારી સામે પણ કેસ દાખલ દર મહિને રૃા. ત્રણથી ચાર કરોડની છેતરપિંડી

મુંબઇ -  સેન્ટ્રલ  બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની ટીમે મુંબઇ, પુણેમાં અનધિકૃત કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેકેટમાં ત્રણ આરોપીની ધરપકડ કરામાં આવી છે. જ્યારે એક બેંક અધિકારી સામે પણ ગુનો દાખલ કરાયો છે. સીબીઆઇએ આરોપીઓને મુંબઇની વિશેષ કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને ૩૦ જુલાઇ સુધીની કસ્ટડી આપી હતી.

મુંબઇના કોલ સેન્ટરમાં અમેરિકન નાગરિકોની છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતી સીબીઆઇની મુંબઇ ઓફિસને મળી હતી.  છેતરપિંડીની રકમ બનાવટી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. સંબંધિત બેંક અધિકારી અને આરોપીઓની મદદથી બનાવટી દસ્તાવેજો દ્વારા ખાતા ખોલ વામાં આવ્યા હતા. અમબૂક રકમ હવાલાથી ટ્રાન્સફર કરવ ામાં આવતી હતી. દર મહિને  ત્રણથી ચાર કરોડની છેતરપિંડી કરતા હતા. 

અનધિકૃત કોલ સેન્ટર અને કર્મચારીના ફ્લેટ પર છાપો મારીને રોકડ રકમ જપ્ત કરાઇ હતી. કોલ સેન્ટરની એક કર્મચારીના નિવાસસ્થાનેથી નશીલો પદાર્થ પણ મળી આવ્યો ૌહતો. આ ઓપરેશન દરમિયાન સીબીઆઇએ ૨૭ મોબાઇલ ફોન, ૧૭ લેપટોપ, ક્રિપ્ટોકરન્સી, રોકડ કબજે કરી હતી.

સીબીઆઇની ટીમે સાત સ્થળે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. આ ટોળકીએ છેતરપિંડી માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ અને ગિફ્ટકાર્ડ આપવાને બહાને વિદેશી નાગરિકો અને અન્યને જાળમાં ફસાવ્યા હતા. આ ગુનામાં સામેલ અન્ય આરોપીની માહિતી મેળવવામાં આવી રહી છે.

આ ગુનાની સીબીઆઇ, મુંબઇની ટીમ વધુ તપાસ કરી રહી છે. અગાઉ પુણેમાં ખરાડી ખાતે બનાવટી કોલસેન્ટર પર દરોડાપાડી અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી કર વાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ મામલામાં મુંબઇ તેમજ ગુજરાતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.


Tags :