અન્ય
આરોપીઓને સાથે રાખી શુભમની પૂછપરછ કરવામાં આવશે
મુંબઈ -
નાશિકમાં નીટ પેપર લીક કેસ સંબંધે પકડાયેલા શુભમ ખૈરનારને ે સીબીઆઈના બે દિવસના ટ્રાન્સિટ
રિમાન્ડ અપાયા છે. કેન્દ્રીય એજન્સીએ મંગળવારે મોડી રાત્રે નાશિક જિલ્લાના
નંદગાંવના રહેવાસી શુભમ ખૈરનાર (૩૦)ને કસ્ટડીમાં લીધો હતો.
તેને
મેજિસ્ટ્રેટ કોર્ટમા ંહાજર કરાતાં સીબીઆઈએ તેના ટ્રાન્ઝિટ રિમાન્ડની માગણી કરી હતી
જેથી તેને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાય.તપાસ એજન્સીએ કોર્ટમાં જણાવ્યું હતું કે
હાલ અન્ય રાજ્યોના અન્ય વ્યક્તિની સંડોવણીને નકારી સકાય તેમ નથી અને તેની ખૈરનારની
પૂછપરછ જરૃરી છે.
કોર્ટે
સંમતી આપીને બે દિવસના ટ્રાન્સિટ રિમાન્ડ આપ્યા હતા. ખૈરનારને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવાશે એવું માનવામાં
આવે છે.
શુભમના
ભાઈ પાસે ગેરકાયદેસર પિસ્તોલ મળી હતી
નીટ
પેપર લીક પ્રકરણમાં ઝડપાયેલા શુભમનો ભાછઈ ભાવેશ અગાઉ ગેરકાયદેસર પિસ્તોલ રાખવાના
કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. માર્ચ ૨૦૨૬માં પોલીસને નાંદગાંવ તાલુકાના
કોર્ટ રોડ વિસ્તારમાં મુક્તાઈ મેડિકલમાં એક
દેશી બનાવટની પિસ્તોલ મળી
હતી.આ કેસમાં શંકાસ્પદ ભાવેશ ખૈરનાર અને ઢેબ્યા ઉર્ફે
રુદ્રાક્ષ દીપક સોનાવણેની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડી
આપવામાં આવી હતી. ભાવેશે ઢેબ્યા પાસેથી પિસ્તોલ ખરીદી હતી.


