દર્શને આઈઆઈટી હોસ્ટેલના ૭મા માળેથી ઝંપલાવ્યું હતું
દર્શને લખેલી ચિઠ્ઠીના આધારે અરમાન ખત્રી સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ ચલાવાશે
મુંબઈ - મૂળ અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટી પવઈમાં ભણતા વિદ્યાર્થી દર્શન સોલંકીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ તેના ક્લાસમેટ અરમાન ખત્રી સામે કેસ ચલાવાશે. અદાલતે અરમાન પર આત્મહત્યા માટ દુષ્પ્રેરણા ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપો ઘડયા છે.
આઈઆઈટીમાં બી ટેક કેમિકલના પહેલાં વર્ષમાં ભણતા અમદાવાદના મણિનગરના રહેવાસી દર્શને ૨૦૨૩ની ૧૨મી ફેબુ્રઆરીએ આઈઆઈટી પવઈ ખાતેની હોસ્ટેલના સાતમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. તપાસમાં પોલીસની સ્પેશ્યલ ઈન્વેસ્ટિેગેશન ટીમ (એસઆઈટી) દર્શનની રૃમમાંથી અરમાને માર્યો હોવાનું લખેલી ચિઠ્ઠી મળી હતી. પોલીસ દર્શનને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના આરોપ હેઠળ અરમાનની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટે તેને જામીન આપ્યા હતા. અરમાન સામે ૪૭૦ પાનાંનું આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. આ કેસમાં બુધવારની સુનાવણીમાં સેશન્સ કોર્ટે અરમાન પર દર્શનને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો આરોપ ઘડયો હતો.
દર્શનનની ચિઠ્ઠીમાં તેના જ હસ્તાક્ષર હોવાનુ આરોપપત્રમાં જણાવાયું હતું. માર્કશીટ પણ જોડાઈ હતી જેમાં તેને ઓછા માર્ક આવ્યા હતા અને તેના પર દબાણ હતું.એમ પણ આરોપનામામાં જણાવાયું હતું.
૬૩ સાક્ષીના નિવેદન લેવાયા છે જેમા ંતેના નજીકના મિત્રોનો પણ સમાવેશ છે. અરમાન તેને ઈજા કરશે એવો તેને ભય હતો. બંને


