હેટ સ્પીચ બદલ ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડળકર સામે ગુનો દાખલ
મુંબઈની ફરિયાદ સાંગલી ટ્રાન્સફર કરાઈ
ધર્મ પરિવર્તન કરાવતા મિશનરીની હત્યા માટે ૧૧ લાખનું ઈનામ જાહેર કર્યું હતું
મુંબઇ - ધર્મ પરિવર્તનમાં સામેલ ખ્રિસ્તી મિશનરીની હત્યા માટે ૧૧ લાખનાં ઈનામની જાહેરાત કરનારા ભાજપના ધારાસભ્ય ગોપીનાથ પડળકર સામે મુંબઈના આગ્રીપાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી. જોકે, આ ભાષણ સાંગલીમાં થયું હોવાથી ફરિયાદ ત્યાં ટ્રાન્સફર કરાઈ હતી. ધર્મ
પોલીસ ફરિયાદ મુજબ ગઈ તા. ૧૭ જૂનના રોજ સાંગલીમાં એક જાહેર કાર્યક્રમમાં બોલતા પડળકરે કથિત રીતે ધર્મ પરિવર્તનમાં સામેલ ખ્રિસ્તી મિશનરીની હત્યા કરનારને ૧૧ લાખ રૃપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
સાંગલી જિલ્લામાં ૨૮ વર્ષીય ગર્ભવતી મહિલાએ સાસરિયાઓ તરફથી દહેજની માગણી અને ખિસ્તીધર્મ પાળવાના દબાણને કારણે આત્મહત્યા કયાના કિસ્સા બાદ પડળકરે આ ટિપ્પણી કરી હતી. દારાની ફરિયાદના જવાબમાં આગ્રીપાડા પોલીસ મથકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સાંગલી શહેરમાં બની હોવાથી મૂળ ફરિયાદ અને વિગતો સાંગલી શહેર પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.
આ પ્રકરણે રાષ્ટ્રીય લઘુમતી પંચે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પડલકર દ્વારા આપવામાં આવેલી ધમકીઓ અંગે રાજ્યના ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોની તપાસ કરવા પણ કહ્યું છે.