Get The App

ચકાસણી વિના બર્થ સર્ટિ. અપાતાં 2 પાલિકા ઓફિસરો સામે ગુનો દાખલ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ચકાસણી વિના બર્થ  સર્ટિ. અપાતાં 2 પાલિકા ઓફિસરો સામે ગુનો દાખલ 1 - image

બંને ઓફિસરો અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે 

ઘરે જન્મેલા બાળકોની 'શંકાસ્પદ' નોંધણીઓને મંજૂર કરી હોવાનો આરોપ

મુંબઇ  -  મુંબઇ પોલીસે ગયા અઠવાડિયે બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના બે સસ્પેન્ડેડ મેડિકલ ઓફિસર (એમઓએચ) સામે ગુનો નોંધ્યો છે. આ લોકો સામે આરોપ છે કે તેમમે જરૃરી દસ્તાવેજોની તપાસ કર્યા વિના બર્થ સર્ટિફિકેટ મંજૂર કર્યા હતા. આ કેસમાં મુખ્યત્વે ઘરમાં જન્મેલા બાળકોની શંકાસ્પદ નોંધણીઓને મંજૂર કરી હોવાનો આરોપ છે. આ  કેસમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

 દેવનાર પોલીસ સ્ટેશનના એક અધિકારી જ્યાં એફઆઇઆર નોંધવામાં આવી છે તેમમે આરોપીઓની ઓળખ ડૉ. સંજય પુંડે અને તેમના અનુગામી ડૉ. પ્રદીપ કશાલે તરીકે કરી છે. આ લોકોએ યોગ્ય ચકાસણી અને દસ્તાવેજો વિના એમ પૂર્વ વોર્ડમાં 'શંકાસ્પદ' 'હોમ ડિલીવરીના કેસોની  નોંધણીઓને મંજૂર કરી હતી.

એવો આરોપ કરવામાં આવે છે કે દેવનાર અને ગોવંડી જેવા ઓછી આવક ધરાવતા વિસ્તારો 'એમ' પૂર્વ વોર્ડમાં બાંગ્લાદેશી નાગરિકો  ગેરકાયદેસર રીતે રહે છે  બીએમસીએ અગાઉ  કેટલાક ગેરકાયદે  જારી કરવામાં આવેલા બર્થ સર્ટિફિકેટ બદ્દલ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ૧૭ ફેબુ્રઆરીના રોજ પોલીસે બીએમસીના સહાયક આરોગ્ય અધિકારી ડૉ. મંગેશ કુંભારે દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ડૉ. ફુંડે અને ડૉ. કશાલે વિરૃદ્ધ એફઆઇઆર નોંધી હતી, જેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

એફઆઇઆર મુજબ સાજિદા નર્સિંગ હોમમાંથી નવ જન્મ નોંધણીઓ દસ્તાવેજોની જરૃરી ચકાસણી કર્યા વિના નોંધવામાં આવી હતી. તેમા જણાવવામાં આવ્યું  હતું કે ડૉ. કશાલેએ જરૃરી દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર ઘરે જન્મેલા ત્રણ બાળકોની શંકાસ્પદ નોંધણીઓને મંજૂરી આપી હતી. વિડંબના એ છે કે  ગયા ડિસેમ્બર મહિનામાં દેવનાર પોલીસે ૧૦૬ નકલી બર્થ સર્ટિફિકેટ અંગે નોંધેલી એફઆઇઆરમાં ડૉ. કશાલે ફરિયાદી હતા. બન્ને અધિકારીઓ પર સત્તાવાર ફરજોમાં બેદરકારી, પદનો દુરુપયોગ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનોનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ વર્ષે બર્થ સર્ટિફિકેટ મંજૂર કરાવવામાં અનિયમિતતાઓના સંદર્ભમાં મુલુંડ અને દેવનાર પોલીસ મથકમાં બે એફઆઇઆર નોંધવામાં આવી હતી.