Get The App

પેલેસ્ટાઈનને યુદ્ધમાં ટેકો આપવા રૃ.4 કરોડ એકત્ર કરનારા 4 સામે કેસ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
પેલેસ્ટાઈનને યુદ્ધમાં ટેકો આપવા રૃ.4 કરોડ એકત્ર કરનારા 4 સામે કેસ 1 - image

એટીએસ અને બીડ પોલીસે દરોડા પાડી બેની ધરપકડ કરી

ટ્રસ્ટના બેન્ક ખાતામાં ગેરકાયદેસર રીતે પૈસા જમા કરાયા, ટેરર ફંડિંગની શંકા

મુંબઈ -  ઈઝરાયલ સાથેના યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઈનને ટેકો આપવાનો દાવો કરીને રૃ.ચાર કરોડનું ફંડ જમા કરવાના આરોપસર બીડમાં એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા. આ મામલામાં ચાર જણ સામે કેસ નોંધી બેની ધરપકડ કરવામાં આવી છે એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

 આ રકમનો ઉપયોગ આતંકી ગતિવિધિ માટે થયો છે કે કેમ એની તપાસ થઈ રહી છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચ ૭ ઓકટોબર, ૨૦૨૩ના યુદ્ધ શરૃ થયું હતું.  ઓકટોબર ૨૦૨૫માં લડાઈ બંધ કરવા માટે સિઝ ફાર થયા પછી ૪૦૦થી વધુ લોકોના મોત થયાં છે.

એન્ટી ટેરરિઝમ યુનિટ અને સ્થાનિક પોલીસ પાસે શંકાસ્પદ આતંકવાદી ભંડોળ વિશે ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે બીડના માજલગાંવના પાત્રુડ ખાતે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દરમિયાન, જાણવા મળ્યું કે આરોપીઓએ પેલેસ્ટાઈનને સમર્થન આપવાના બહાને રૃ.ચાર કરોડથી ર્વંુ રકમ એકત્રિત કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ચેરિટી કમિશનરમાં નોંધાયેલા ન હોય એવા ટ્રસ્ટના બેન્ક ખાતામાં ગેરકાયદેસર રીતે આ પૈસા જમા કરવામાં આવ્યા હતા.

આથી માજલગાંવ ગ્રામિણ પોલીસે ચાર જણ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે

અધિકારીએ વધુમાં કહ્યું કે આરોપીઓનો કોઈ પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ છે કે નહીં એની  તપાસ થઈ રહી છે આ ઉપરાંત તેમણે જમા કરેલી રકમ ટેરર ફંડિગની ભાગ હતી કે કેમ એની પણ પોલીસે તપાસ આદરી છે.