Get The App

કેપ્ટન સુમિત સભરવાલ મુંબઈના પવઈમાં માતાપિતા સાથે રહેતા હતા

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
કેપ્ટન સુમિત સભરવાલ મુંબઈના પવઈમાં માતાપિતા સાથે રહેતા હતા 1 - image


મે ડે કહીને લાસ્ટ ડિસ્ટ્રેસ કોલ આપ્યો હતો

કેપ્ટન સુમિત સભરવાલ ખુબ હસમુખા હતા, સતત જોક્સ કહેતા રહેતાઃ મિત્રોની યાદગીરી

મુંબઈ -  ડ્રિમલાઈનર પ્લેનના કેપ્ટન સુમિત સભરવાલ મુંબઈના પવઈ વિસ્તારના રહેવાસી હતા. વિમાન ઉડ્ડયનનો ૮૨૦૦ કલાકનો અનુભવ ધરાવતા સુમિત સભરવાલ પવઈના જલવાયુ-વિહાર બિલ્ડિંગમાં માતા-પિતા સાથે રહેતા હતા. સભરવાલે જ આ વિમાનની સુરક્ષા જાંચ કર્યા પછી ઉડાન ભરી હતી. ટેકઓફ પછી એન્જિનમાં ખરાબીનો ખ્યાલ આપતા કેપ્ટન સભરવાલે મે-ડેનો 

અમદાવાની એર ઈન્ડિયાની હતભાગી ફલાઈટના  કેપ્ટન સુમિત સભરવાલના મુંબઈ સ્થિત એક મિત્રએ જણાવ્યું હતું કે તેઓ ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવતા હતા. આથી, તેમના દ્વારા ઉડ્ડયનમાં કોઈ ભૂલ થવાનો કે પરિસ્થિતિને પારખવામાં થાપ ખાવાનો કોઈ સવાલ જ નથી. તેઓ ખૂબ જ આનંદિત રહેતા અને હંમેશા હકારાત્મક વાતો કરતા હતા. અને વખત જોક્સ પણ બોલતા હતા અને હંમેશા ખુશ રહેતા હતા. તેમણે જણાવ્યું હતું કે હું અનેકવાર આ ફલાઈટમાં તેમની સાથે ગયો છું પરંતુ આ વખતે મારા ભાગે બીજી ફલાઈટ હોવાથી તેમને સાથ આપી શક્યો ન હતો.  એર ઈન્ડિયાના વર્ષો જૂના ક્રૂ મેમ્બર્સનાં નિધનથી સમગ્ર કંપનીના વર્તુળોમાં શોકની કાલીમા છવાઈ છે. સંદેશ મોકલ્યો હતો અને ત્યાર પછી ગણતરીની સેકન્ડમાં દુર્ઘટના થઈ હતી.


Tags :