અનિલ અંબાણીનું લોન ખાતું ફ્રોડ જાહેર કરવાનો નિર્ણય કેનરા બેન્કે પાછો ખેંચ્યો
બેન્કએ બોમ્બે હાઈકોર્ટને જાણ કર્યા બાદ અરજીનો નિકાલ
1050 કરોડની લોન અન્ય ગૂ્રપ કંપનીમાં વાળવાનો આરોપ હતોઃ બેન્કએ એકતરફી નિર્ણય કર્યાની અનિલ અંબાણીની દલીલ
બેન્કના નિવેદન બાદલ હાઈકોર્ટે અનિલ અંબાણીએ બેન્કના આદેશને પડકારતી અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતુંં કે બેન્કે આદેશ પાછો ખેંચ્યો હોવાની જાણકારી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આપવામાં આવે. આ લોન ખાતું નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી રિલાયન્સ કોમ્યુનિકેશન કંપની સંબંધિત હતું.
બેન્કે ગત આઠ નવેમ્બર ૨૦૨૪ના રોજે લોન ખાતાને ફ્રોડ ગણાવ્યું હતું. ૨૦૧૭માં ૧૦૫૦ કરોડની લોન અપાઈ હતી. તેની રકમ સંબંધીત પક્ષકારોને લગતી આર્થિક ચૂકવણી કરવા એક ગુ્રપ કંપનીમાં વાળવામાં આવી હોવા સહિતના કારણો બદલ આ આ લોન ખાતું ફ્રોડયુલન્ટ જાહેર કરાયું હતું.
આરબીઆઈના માસ્ટર સર્ક્યુલરને આધારે આદેશ અપાયો હોવાનું બેન્કે જણાવ્યું હતું. ગત ફેબુ્રઆરીમાં હાઈકોર્ટે અરજીની સુનાવણી દરમ્યાન આદેશ પર મનાઈ હુકમ આપ્યો હતો. એ વખતે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે આરબીઆઈ પોતાના માસ્ટર સર્ક્યુલર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વારંવાર ભંગ કરતી બેન્કો સામે પગલાં લેશે કે કેમ. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવાયું હતું કે ખાતું ફ્રોડયુલન્ટ જાહેર કરવા પહેલાં લોન લેનારાનો પક્ષ પણ સાંભળવો જરુરી છે.
બેન્કો પોતાની રજૂઆત સાંભળી નહોવાની દલીલ કરીને અંબાણીએ કેનેરા બેન્કના આદેશને પડકાર્યો હતો. અંબાણીએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે આઠ નવેમ્બર ૨૦૨૪નો નિર્ણય પોતાને પચ્ચીસમી ડિસેમ્બરે અને ે એ પણ હાઈકોર્ટે અન્ય એક પ્રકરણમાં આવા જ આદેશ પર મનાઈ હુકમ આપ્યા બાદ જણાવાયો હતો. વધુમાં બેન્કે પોતાને આદેશ જણાવવા પૂર્વે છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૪માં જ આરબીઆઈને જાણ કરી દીધી