સાલમે ૩ વર્ષ વહેલી મુક્તિ માગી
ટાડાના કસૂરવાર માટે આવી જોગવાઈ હોય તો તે દર્શાવવા સુપ્રીમનો નિર્દેશ
મુંબઈ - ભારત અને પોર્ટુગલ સરકારો વચ્ચે થયેલા પ્રત્યાર્પણ કરારની શરતો મુજબ મુદત પૂર્વે છૂટકારો માગતી આતંકવાદી અબુસાલેમની અરજી પર સુપ્રીમ કોર્ટે ટેરરિસ્ટ એન્ડ જિસરપ્ટિવ એક્ટિવિટીઝ (ટાડા) કાયદા હેઠળ કસૂરવારને મુદત પૂર્વે મુક્તિ આપી શકાય કે નહીં તે નક્કી કરવા મહારાષ્ટ્ર સ્ટેટ રુલ્સ રજૂ કરવા જણાવ્યું હતું.
સાલેમને ૧૯૯૩ના બોમ્બ ધડાકા કેસમાં કસૂરવાર ઠેરવાયો છે અને તેણે દાવો કર્યો છે ક પચ્ચીસ વર્ષની જેલની સજાની ગણતરીમાં સારા વર્તાવ માટે તેને ત્રણ વર્ષ ૧૬ દિવસની માફીનો લાભ મળવો જોઈએ. આથી તેને મુદત પૂર્વે મુક્તિ મળવી જોઈએ. તેણે સુપ્રીમ કોર્ટે જુલાઈ ૨૦૦૨માં આપેલા નિર્ણયનો આધાર લીદો હતો. જેમાં જણાવાયું હતું કે પોર્ટુગલ સાથેના કરાર મુજબ સાલેમને પચ્ચીસ વર્ષના જેલવાસ બાદ છોડવો પડશે.
ન્યા. વિક્રમ નાથ અને મહેતાની બેન્ચે સુનાવણી કરીને સાલેમને રાજ્યમાં પ્રવર્તમાન આવો કોઈ કાયદો રજૂ કરવા જણાવ્યું છે જેમાં ટાડાના કસૂરવારને સજા માફી આપી શકાય. ધરપકડની પહેલી તારીખ ૨૦૦૫માં હતી. તો તમે દર્શાવો કે પચ્ચીસ વર્ષ કઈ રીતે પૂરા થાય છે, એમ જજે સવાલ કર્યો હતો.


