Get The App

પ્રચાર પડઘમ શાંત : મુંબઈ, પુણે, નાસિક, થાણે, નાગપુર, પિંપરી ચિંચવડ પર નજર

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
પ્રચાર પડઘમ શાંત : મુંબઈ, પુણે, નાસિક, થાણે, નાગપુર, પિંપરી ચિંચવડ પર નજર 1 - image

29 મ્યુનિ. માટે મતદાનનું કાઉન્ડાઉન શરુ 

મુંબઈમાં ઠાકરે બંધુઓ, થાણેમાં એકનાથ શિંદે  અને પુણેમાં અજિત પવાર માટે વર્ચસ્વની કસોટી

મુંબઇ -  મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોનું ચૂંટણી માટેના પ્રચારકાર્યનો મંગળવારે સાંજે અંત આવ્યો હતો. રાજ્યની તમામ મહાપાલિકામાંથી બીએમસી, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, પુણે અને પિંપરિ ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન  અને નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ના જંગ પર રાજ્યભરના લોકોની ખાસ નજર રહેશે. 

એશિયાની સૌથી ધનવાન મહાનગરપાલિકા બીએમસીની ચૂંટણી પર ન કેવળ મહારાષ્ટ્ર પણ સમગ્ર દેશના લોકોનું ધ્યાન છે. ૧૯૯૨થી ૧૯૯૬ના ચાર વર્ષના સમયગાળા સિવાય ૧૯૮૫થી ૨૦૨૨ સુધી બીએમસી પર શિવસેનાનું શાસન ચાલી રહ્યું  છે.  મુંબઈમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે બંને માટે આ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે  બહુ મહત્વની લડાઈ છે. ભાજપ અહીં  એકનાથ શિંદેના સાથથી પહેલીવાર મુંબઈ મહાપાલિકા કબ્જે કરવાના ધ્યેય સાથે મેદાનમાં છે. 

 થાણેમાં એકનાથ શિંદે માટે વર્ચસ્વની કસોટી છે.  તેમનો પુત્ર કલ્યાણ ડોમ્બિવલી મતવિસ્તારનો સાંસદ છે જે થાણે જિલ્લાનો હિસ્સો છે. ૨૦૨૭માં અહીં અવિભાજિત શિવસેનાના ૬૭ નગરસેવકો ચૂંટાયા હતા જેમાંથી ૬૬ હાલમાં શિંદે સાથે છે.  શિંદેએ રાજ્યભરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા અને ભાજપ નેતાગીરી સામે સમકક્ષ બનીને ઉભા રહેવા માટે થાણેનો પોતાનો ગઢ કોઈપણ ભોગે વધુ બેઠકો સાથે જીતવો પડે તેમ છે. 

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસ માટે મહત્વની છે કારણ કે  ફડણવીસે રાજકીય કારકિર્દી નાગપુરથી નગરસેવક તરીકે શરૃ કરી હતી. આરએસએસનું  મુખ્યાલય પણ નાગપુરમાં જ છે ભાજપના પીઢ નેતા, ભૂતપૂર્વ પાર્ટી પ્રેસિડન્ટ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ નાગપુરના જ  છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનું જ શાસન હતું અને ભારે બહુમતીથી જીતવાના પડકારનો સામનો કરવાનો છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર માટે  પુણે અને પિંપરિ ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કસોટી છે.અહીં રાજ્યમાં સત્તાના સાથીદારો ભાજપ અને એનસીપી વચ્ચેની લડાઈ છે. અજિત  પવારે અહીં કાકા શરદ પવાર સાથે હાથ મિલાવ્યો છે. આ ચૂંટણી બંને એનસીપીનાં વિલીનીકરણનો તખ્તો પણ તૈયાર કરશે. 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ ગિરીશ મહાજન મ ાટે નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિશેષ મહત્વ ધરાવે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક સમયે નાસિકમાં સત્તા ધરાવતી હતી અને બંને ભાઇ ભેગા મળીને એનએમસી જીતવાની આશા રાખી રહ્યા છે. અહીં કોંગ્રેસ અને એનસીપી (શરદ) પણ ઠાકરે બંધુઓની યુતિમા છે જ્યારે શિવસેના (શિંદે) અને એનસીપી (અજિત) ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે. 

૧૫મીએ ગુરુવારે ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોના ૮૯૩  વોડર્સમાંની ૨૮૬૯ બેઠકો માટેનું મતદાન સવારે ૭.૩૦ કલાકે શરૃ થશે અને સાંજે ૫.૩૦ કલાકે પૂરુ થશે. ૩.૪૮ કરોડ મતદારો ૧૫,૯૩૧  ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે જેમાંથી મુંબઇના ૧૭૦૦ અને પુણેના ૧૧૬૬ ઉમેદવારો છે.

૧૬મી જાન્યુઆરીએ મતગણતરી કરવ ામાં આવશે. છ વર્ષથી વધુ સમય પછી ૨૯ કોર્પોરેશન્સની ચૂંટણી થઇ રહી છે. એમએમઆર (મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન)માં નવ મ્યુનિ. કોર્પોરેશનનો સમાવેશ થાય  છે. આ વિસ્તારને દેશનો સૌથી શહેરી વિસ્તાર ગણવામાં આવે છે.