Get The App

મિત્ર ધનાઢ્ય હોવાથી ઈર્ષા થતાં કોલ્ડ્રિંગમાં ઝેર પીવડાવી હત્યા

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
મિત્ર ધનાઢ્ય હોવાથી ઈર્ષા થતાં કોલ્ડ્રિંગમાં ઝેર પીવડાવી હત્યા 1 - image


નાગપુરમાં ફક્ત 19 વર્ષના મિત્રએ 18 વર્ષના યુવકનો જીવ લીધોં

મિત્રના પરિવારે બે માળનું ઘર બનાવતાં નાના ઘરમાં રહેતા મિત્રનો જીવ બળી ગયોઃ ખંડણી કેસ દર્શાવવા ખોટી ચિઠ્ઠી લખી

મુંબઈ -  વર્ષનો મિત્ર શ્રીમંત હોવાની ઈર્ષ્યાના કારણે કોલ્ડ ડ્રીન્કમાં ઝેર આપીને તેની હત્યા  કરનારા ૧૯ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. મિત્રની હાલત ગંભીર થતાં ગભરાઈ ગયેલા આરોપીએ અપહરણ અને ખંડણીના પ્રયાસનો મામલો હોવાનું દર્શાવવા  મૃતકના પિતાની  કારમાં ચીઠ્ઠી લખીને રાખી હતી. ૧૮ 

 નાગપુર સ્થિત હુડકેશ્વરના નીલકંઠ નગરના રહેવાસી વેદાંત ઉર્ફે વિજય કાલિદાસ ખાંડાટેૈ (ઉ.વ.૧૮)ની હત્યાના આરોપસર તેના જ વિસ્તારમાં રહેતા મિત્ર મિથલેશ ઉર્ફે મંથન રાજેન્દ્ર ચકોલે (ઉ.વ.૧૯)ની ધરપકડ કરી હતી. 

મૃતક વેદાંતનો પરિવાર શ્રીમંત છે. તાજેતરમાં તેમણે આધુનિક સુવિધાઓ સાથે બે માળનું ઘર બનાવ્યું હતું.  જ્યારે આરોપી મિથલેશ નાના ઘરમાં રહેતો હતો. તે વેદાંતની આર્થિક સ્થિતિ સારી હોવાથી ઈર્ષ્યા કરતો હતો.

ગત ૮ એપ્રિલના મંથને મિત્ર વેદાંતને નજીકની પાનની દુકાનમ ાં બોલાવ્યો હતો. જ્યો બન્નેએ સોફટ ડ્રિંકસ પીધા હતી. આરોપીએ  કથિત રીતે વેંદાતના ઠંડા પીણામાં વાંદા મારવાની દવા ભેળવી દીધી હતી.

ઘરે ગયા બાદ વેદાંતને ચક્કર આવવા લાગ્યા અને તેની તબિયત બગડી ગઈ હતી. તેને એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.  જ્યાં ડોકટરને શંકા ગઈ કે વેદાંતને ઝેર આપવામાં આવ્યું છે. તેની સારવાર શરૃ કરવામાં આવી હતી.

વેદાંત બેભાન હતો તેનું ૧૨ એપ્રિલના મોત થયું હતું.

અધિકારીએ જણાવ્યું હતુ કે પોલીસે શરૃઆતમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો  હતો. પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેના શરીરમાં ઝેર હતું.

પોલીસિે વેદાંતની અંતિમ ગતિવિધિઓ અને ફોન કોલ ટ્રેસ  કર્યા હતા. છેવટે વેદાંત છેલ્લો ફોન  મિથિલેશને કર્યો હોવાનું માલૂમ પડયું હતું.  તેણે સ્વીકાર્યું કે તેઓ પાનની દુકાન પર મળ્યા હતા  અને સોફટ ડ્રિકસ પીધા હતા.

આરોપીને શંકાના આધારે તાબામાં લઈ પૂછપરછ કરાઈ હતી. દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેનો વંદાતને મારવાનો ઈરાદો ન હતો. તે ફક્ત વેદાંતને પાઠ ભણાવવા માગતો હતો તેને બીમાર પાડવાનો ઈરાદો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ પૂછપરછમાં એવો પણ દાવો કર્યો હતો કે વેદાંતની હાલત નાજુક બની જતાં તે ગભરાઈ ગયો હતો. આથી તેણે પોલીસને ગેરમ ાર્ગે દોરવા અને ઘટનાને અપહરણ અથવા ખંડણીના  પ્રયાસનો કેસ દેખાડવા માટે ખંડણીની ખોટીા ચિઠ્ઠી લઈ વંદાંતના પિતાની કારમાં રાખી હતી.


Tags :