Get The App

જોગેશ્વરીમાં બિલ્ડરો દ્વારા 19 રોકાણકારો સાથે 31 કરોડની છેતરપિંડી

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
જોગેશ્વરીમાં બિલ્ડરો દ્વારા 19 રોકાણકારો સાથે 31 કરોડની છેતરપિંડી 1 - image

જોગેશ્વરીમાં રિડવેલપમેન્ટ પ્રોજેકટના નામે  રોકાણ

18  ટકા વ્યાજની લાલચ આપી હતીઃ ૩ વર્ષ ચૂકવણી કર્યા બાદ હાથ અદ્ધર  કરી દીધાઃ ચેક બાઉન્સ થયા 

મુંબઈ - જોગેશ્વરીના એક રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં રોકાણ પર ઊંચા વળતરનું વચન આપી ૧૯ રોકાણકારો સાથે ૩૧ કરોડ રૃપિયાની કથિત છેતરપિંડીના મામલે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ) આ કેસની તપાસ કરી રહી છે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

પશ્ચિમી ઉપનગર અંધેરી (ઈ)માં રહેતા ૭૧ વર્ષીય વ્યક્તિ મહેશ દોશી જેઓ ગુજરાતમાં વાપીમાં દવા કંપનીના માલિક છે. તેમણે તાજેતરમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને મેસર્સ રણબીર રિયલ એસ્ટેટ ડેવલપર્સ એલએલપી અને તેમના બે ડિરેકટરો પર તેમની અને અન્ય ૧૮ લોકો સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદીએ પોલીસને જણાવ્યું  હતું કે ૨૦૨૧માં એ ક વ્યક્તિ દ્વારા તેઓ આ કંપનીના પરિચયમાં આવ્યા હતા જેણે જોગેશ્વરી (ઈ)માં પુનર્વિકાસ પ્રોજેકટ હાથ ધરવાનો દાવો કર્યો હતો. ૧૯ માર્ચ ૨૦૨૧ના રોજ દોશી અને તેમનો પરિવાર જયકુમાર અને સુયશ ગુપ્તાને તેમની અંધેરી (ઈ)ની ઓફિસમાં મળ્યા હતા. ડિરેકટરોએ પ્રોજેકટની વિગતો અને દસ્તાવેજો  રજૂ કર્યા હતા જેનો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રોજેકટ માટે તાત્કાલિક ભંડોળની જરૃર છે અને રોકાણ પર વાર્ષિક ૧૮ ટકાનું નિશ્ચિત વ્યાજ આપવામાં આવશે. ખાતરી થતા દોશી અને તેમના સંબંધીઓએ એપ્રિલ ૨૦૨૧માં આરટીજીએસ હેઠળ કંપનીના ખાતામાં ૮.૨૬  કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા કંપનીએ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી ટીડીએસ કાપ્યા પછી વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ ગુપ્તા પરિવારે અચાનક ચૂકવણી બંધ કરી દીધી હતી.

આ સાથે જ કથિત રીતે મૂળ રકમ ચૂકવવાનું  પણ ટાળવાનું શરૃ કર્યું હતું.  પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને ફરિયાદીને આપેલા ચેક પણ બાઉન્સ થઈ ગયા હતા. એફઆઈઆર મુજબ દોશીને પાછળથી ખબર પડી હતી કે ગુપ્તા પરિવારે કિરીટ દેસાઈ અને તેમના પરિવાર સહિત ૧૭ અન્ય રોકાણકારો પાસેથી પણ મોટી રકમ લીધી હતી અને તેમની સાથે છેતરપિંડી કરી હતી. કુલ મલીને પિતા-પુત્રીની જોડીએ ૧૯ રોકાણકારો સાથે ૩૧.૨૬ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી હોવાનું મનાય છે. ફરિયાદ બાદ અંધેરી પોલીસે મેસર્સ રણબીર રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્, જયકુમાર ગુપ્તા અને સુરેશ ગુપ્તા વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૦૬ (ગુનાહિત વિશ્વાસ ભંગ) ૪૨૦ (છેતરપિંડી) અને ૩૪ (સમાનહેતુ) હેઠળ કેસ નોંધ્યો હતો આ સમગ્ર કેસની તપાસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા કરી રહી છે.